________________
૧૩૦
કારણ છે. તેથી મુમુક્ષુએ તેનો આશ્રય અવશ્ય લેવો જોઈએ, મકાનના બીજા ત્રીજા કે ચોથા મજલે પહોંચવું હોય તે સ્વબળે પહોંચી શકાય છે. પણ ત્યાં નીસરણ કે લીફટરૂપી નિમિત્તને આશ્રય લીધા વિના ચાલતું નથી. તેજ સ્થિતિ અહીં સમજવાની છે.
અહીં એક પ્રશ્ન એ પણ પૂછાવવાનો સંભવ છે કે વીતરાગ જિનપ્રભુ રાગ અને દ્વેષથી પર હોવાના કારણે કે પર પ્રસન્ન પણ થતા નથી, અને કોઈ પર રોષ પણ બતાવતા નથી. તે તેમની ભકિત કરવાનું પ્રયોજન શું ? એને ઉત્તર એ છે કે વીતરાગ જિનપ્રભુ કોઈ પર પ્રસન્ન પણ થતા નથી. અને કોઈ પર રોષ પણ બતાવતા નથી, એ સાચું છે. પણ તેમનું જીવન નજર સમક્ષ રાખવાથી તથા તેમની અનન્ય મનથી ભકિત કરવાથી આધ્યાત્મિક પ્રગતિ, વિકાસ કે અભ્યદય માટે આપણે ઉત્સાહ અત્યંત ઉલ્લસિત થાય છે. અને એક સમય એવો આવે છે કે જયારે આપણે તેની ચરમ સીમાએ પહોંચી જઈએ છીએ. આજ એમની ભકિત કરવાનું પ્રયોજન છે. ચિંતામણિ રત્ન અચેતન હેવા છતાં તેને સેવનારનું કલ્યાણ નથી કરતું શું ?
અહીં પ્રસંગવશાત એ ખુલાસો પણ કરી લઈએ કે જે ભકિતના ફળ રૂપે માની લીધેલા વૈરી, શત્રુ કે દુશ્મનનું દમન કરવાની ઈચ્છા રાખવામાં આવે છે, તે ભકિત તામસી કહેવાય છે; જે ભકિતના ફળ રૂપે સંપત્તિ, સુંદરી તથા સત્તા વગેરેની કામના રાખવામાં આવે છે તે ભકિત રાજસી કહેવાય છે; અને જે ભકિતના ફળરૂપે આધ્યાત્મિક વિકાસ, સમતા કે મોક્ષની અભિલાષા રાખવામાં આવે છે તે સાત્વિકી કહેવાય છે. આ ત્રણ પ્રકારની ભકિતઓમાં તામસી કનિષ્ઠ છે. રાજસી મધ્યમ છે. અને સાત્વિક ઉત્તમ છે. અહીં કહેવાની ભાગ્યે જ જરૂર છે કે ઉપર કહી તેવી જિનભકિત નિતાન્ત સાત્વિકી છે. અને તેથી જ જૈન મહર્ષિઓ દ્વારા તે અત્યંત વખણાયેલી છે.