________________
પ્રકરણ દશમું
જિનભકિત જીવનમાં પ્રગતિ કરવી હોય, વિકાસ સાધો હોય કે અબ્યુદયની પ્રાપ્તિ કરવી હોય તો જેમણે પોતાના જીવનમાં અદ્ ભૂત પ્રગતિ કરી છે, અપૂર્વ વિકાસ સાથે છે. કે અનુપમ અભ્ય દયની પ્રાપ્તિ કરી છે, એવા ઉત્તમ મહાપુરૂષોને આદર્શ નજર સમક્ષ રાખવો જોઈએ, અને તેનું સતત સ્મરણ રહ્યા કરે તે માટે તેમની અત્યંત બહુમાન પૂર્વક બને તેટલી આરાધના, ઉપાસના, સેવા કે ભક્તિ કરવી જોઈએ.
મહાપુરૂષ કોને કહેવા?” તેને ઉત્તર જુદા જુદા પુરૂષો જુદી જુદી રીતે આપશે. કઈ રણક્ષેત્રમાં અપૂર્વ વીરતા બતાવનારને મહાપુરૂષ કહેશે, તે કઈ અનેક શાસ્ત્રોને સારી રીતે જાણનારા વિદ્વાનને મહાપુરૂષ કહેશે અને કોઈ સમાજની સુંદર સેવા કરનારને મહાપુરૂષ કહેશે. પરંતુ જૈન મહર્ષિઓને મત એ છે કે રણમાં દશ લાખ યુદ્ધાઓ સાથે યુદ્ધ કરીને જય મેળવો સહેલો છે, પણ પોતાના આત્માને જિત અધરે છે. સેંકડ સહસ્ત્ર ગ્રંથેનું અધ્યયન કરીને તેને સાર મગજમાં ભરવો સહેલો છે, પણ ભણેલાને જીવનમાં ઉતારવું અઘરું છે. તેમજ સમાજની વિવિધ પ્રકારે સેવા કરવી સહેલી છે, ૫ગુ પોતાના સર્વ દે જિલીને પવિત્ર જીવન ગાળવું ઘણું અઘરું છે. તેથી જે પુરુષ આત્માને જય કરે છે એટલે સ્પર્શ, રસ. ગંધ, વર્ણ અને શબ્દ જનિત સુખમાં જરાયે લલચાતું નથી; જે પુરૂષ જાણેલું જીવનમાં ઉતારે