________________
૧૧૭
વખત આવે છે અને ભવિષ્યમાં નરકની ધાર યાતનાઓ ભોગવેજ છૂટા થાય છે.
આ બધાં કારણાને વિચાર કરીને સમજુ માણુસાએ શિકારના છંદથી અલિપ્ત રહેવું જોઇએ અને દયા ધર્મ એજ ઉત્તમ ધર્મ માનીને તેનું શરણુ અંગીકાર કરવુ જોઇએ.
આ રીતે સપ્ત મહાવ્યસનને દુર્ગંતિનું પરમ કારણ જાણી તેનાથી દૂર રહેનાર શીલ અને સયમથી સુશાભિત બની શકે છે અને કુશળ ધર્મની આરાધનાપૂર્વક પેાતાનું મૃત્યુ સુધારી સ્વ તથા મેાક્ષને અધિકારી બની શકે છે;