________________
૧૩૧
આથી સાત્વિક પૂજાના ફળ અંગે તેમણે સ્પષ્ટ શબ્દોમાં
भतिए जिणवराण, परमाए खीण-पिज्ज-देोषाण। आरोग्ग-बोहिलाभ, समाहिमरण पावन्ति ।।
“જેમના રાગ અને દ્વેષ ક્ષીણ થયા છે, એવા વીતરાગ જિનવરની પરમ ભક્તિ કરવાથી આરોગ્ય, ધિલાભ અને સમાધિયુકત મરણ પામી શકાય છે.”
જિનભકિતથી આરોગ્ય શી રીતે મળે? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે આ સંસારમાં કર્મ એ જ સહુથી મોટો રોગ છે જેને પરિણામે પ્રાણુઓને જન્મ અને મરણની પુષ્ટ પરંપરામાંથી પસાર થવું પડે છે, અને અનેક પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિનો અનુભવ કરવો પડે છે. આ રોગને અભાવ થવો તેને કર્મક્ષય કહેવામાં આવે છે. અને તે જિન ભકિતથી અવશ્ય પ્રાપ્ત થાય છે. અન્યત્ર જૈન મહર્ષિઓએ કહ્યું છે કે – 'भत्तीइ जिणवराण, खिज्जती पुव्वसंचिआ कम्मा।
શ્રી. જિનેશ્વરની ભકિતથી પૂર્વના અનેક ભમાં સંચિત થયેલાં કર્મો ક્ષય પામે છે.”
અહીં બોધિલાભથી શું સમજવું ? તેનો ખુલાસો પણ થવો ઘટે છે, કારણ કે બેધિ શબ્દ કેટલાક સ્થળે માત્ર સમ્યકત્વનો અર્થ બતાવવા વપરાય છે. કેટલાક સ્થળે દર્શન બાધિ, જ્ઞાન બાધિ અને ચારિત્ર બધિ એટલે સભ્ય દર્શન સમ્યગ જ્ઞાન અને સમ્યગ ચારિત્ર એ રત્નત્રયીને અર્થ બતાવવા વપરાય છે. આ સંબંધી અમારું વકતવ્ય એટલું જ છે કે અહીં બેધિ શબ્દથી જિન ધર્મની પ્રાપ્તિનો અર્થ પર્યાપ્ત છે. કારણ કે તેમાં સમ્યક્ત્વ તથા રત્ન ત્રયીની મુખ્યતા છે.
જિન ભકિતથી મનુષ્યનું મૃત્યુ સુધરે છે, અને એ લાભ પણ જે તેવો નથી. જે મનુષ્ય મિથ્યાત્વમાં રાચે છે. તથા