________________
૧૨૫
જેમ શેરડીને સાઠે ચીચુડામાં આવીને ચળાઈ જાય છે અને કસ વિનાને થતાં દુર ફેંકાઈ જાય છે, તેમ વેશ્યાગમન કરનારે પુરૂષ પ્રેમ પ્રલેનમાં આવીને ફસાઈ જાય છે અને સર્વ દ્રવ્ય ગુમાવી કસ વિનાને થતાં દુર ફેંકાઈ જાય છે. જ્યાં સ્વાર્થ, શઠતા, ને શેતાનીયતનું સામ્રાજ્ય જગ્યું હોય ત્યાં નિસ્વાર્થ પ્રેમ, સરલતા અને સહૃદયતાનાં દર્શન થાય ક્યાંથી ?
જેમ વરસાદનું ઝાપટું પડતાં અસંખ્ય બિલાડીના ટોપ ઉગી નીકળે છે, તેમ વેશ્યાગમન શરૂ થતાં અસંખ્ય દુર્ગુણો ફુટી નીકળે છે અને તે મનુષ્યનું પૂરેપૂરું પતન કરે છે. કેઈ પૂછે કે ભાઈ કયાં ગયા હતા ? તે વેશ્યાગમન કરનારે પુરૂષ ભળતો જ જવાબ આપશે અને પિતાની સાચી સ્થિતિ છૂપાવવાનો પ્રયત્ન કરશે. તેને ધનની જરુર વારંવાર પડવાની, એટલે ઘરમાંથી ચોરી કરશે, દુકાનમાંથી માલ તફડાવશે, કેઈ નેહી સંબંધીનું ખીસું તપાસશે અને તેમ કરતાં ધન નહિ મળે તે ચારેની ટોળીમાં સામેલ થટને કોઈનું ઘર ફાડશે કે હાટ તડશે. વળી વેશ્યાને પ્રસન્ન રાખવા તેની સાથે મદિરા પીશે, માંસ ખાશે, અનેક અભક્ષ્ય વસ્તુઓનો ઉપયોગ કરશે અને માની લીધેલા પ્રતિપક્ષીઓને પાયમાલ કરવા વિવિધ પ્રકારને કાવાદાવા પણ કરશે. તાત્પર્ય કે તેમાં વંચના પણ હશે, પ્રતારણ પણ હશે, અને સામાન જન લેવા સુધીની સર્વ યુકિત પ્રયુકિતઓ સામેલ હશે.
આ રીતે વેશ્યાગમનમાં પાપ અને પતનની પરિસીમા હોવાથી સુજ્ઞ પુરૂષોએ તેનો સર્વથા ત્યાગ કરવો ઘટે છે. ૭ શિકાર
શિકારનો છંદ એકવાર લાગુ પડે કે મનુષ્યના મનને કબજે લઈ લે છે અને તે કેમે કરી છોડતો નથી. એટલે તેની ખતવણુ મહાવ્યસનમાં કરાયેલી છે.