________________
૧૨૪
જૈન મહર્ષિઓ કહે છે કે તમે સાચા માનવ હો તે પર સ્ત્રીનું લાવણ્ય જોઈને લલચાશો નહિ. સૌંદર્ય જોઈને સળવશે નહિ. કલાકુશલતા જોઈને કામાંધ બનશો નહિ. એને કુદરતને ખેલ માની તમારી મર્યાદામાં રહેશે અને સ્વદારામાં છુપાયેલા અનેકવિધ ગુણોને આદર કરી તેનાથી જ સંતોષ માનજે.
. જે પુરૂષે પરસ્ત્રીનું રૂપ, લાવણ્ય કે સૌંદર્ય જોઇને વરસાદની જલધારાથી હણાયેલા બળદની જેમ પૃથ્વી ભણું નીચું જુએ છે, તે ખરેખર ! વંદનીય છે, આથી વધારે બીજું શું કહીએ ? ૬. વેશ્યાગમન
દેહ વિક્રય કરનારી સ્ત્રીઓને વારાંગના, ગણિકા કે વેશ્યા કહેવામાં આવે છે. તેના છંદે ચડવું, તેની પ્રીતિ કરવી. તેને સહવાસ કરવો તે વેશ્યાગમન નામનો દુરાચાર છે. આ દુરાચારમાં ફસાયા પછી મનુષ્ય સહેલાઈથી સન્માર્ગે આવી શકતો નથી, તેથી તેના પર મહાવ્યસનની મહોર છાપ પડી છે.
વેશ્યાગમન શરૂ થયું કે લક્ષ્મી લીલા સંકેલવા માંડે છે, ચેપી રોગો ચંચળતા ધારણ કરે છે, ગૃહજીવનમાં વડવાનલની આગ ઉઠે છે અને કીતિને કલાપ સાવ કરમાઈ જાય છે. આ સ્થિતિમાં પરલકનું પાથેય તે બંધાય જ કયાંથી ?
વેશ્યાગમનથી સુખની ઈચ્છા રાખવી, એ વિષભક્ષણ કરીને દીર્ધાયુ પાળવાના પ્રયોગ જેવી નિરર્થક ચેષ્ટા છે. જ્યાં પ્રેમનાં પાત્રો ઘડી ઘડી બદલાતાં હોય જ્યાં સ્નેહનો સ્વાંગ ક્ષણે ફણે નવું રૂપ ધારણ કરતો હોય અને ન્યૂ સર્વ જીવન વ્યવહાર ધન પ્રાપ્તિ માટે જ ચાલતું હોય ત્યાં સુખની છાયા કેવી ! વળી એ પણ વિચારવા જેવું છે કે જે મુખ માંસ ભક્ષણ અને મદિરા પાનથી દુર્ગધિત બનેલું છે અને વિવિધ પ્રકારના ચાર પુરૂષ વડે વારંવાર ચુબિત થયેલું છે, તેનું ચુંબન કરવામાં શું સ્વાદ હોય ?