________________
૨૩
લેાભી, કૃપ, માની, મદાંધ. ચાર, જુગારી અને યુગલ એટલે વ્યભિચારી કે પરસ્ત્રીનું સેવન કરનાર, એ આઠે જણ આંખે દેખવા છતાં આંધળા છે.
જે મનુષ્યો પેાતાની સ્ત્રી પર કાષ્ટ કુદૃષ્ટિ ન કરે તે માટે ભારે તકેદારી રાખે છે અને તે દુરાચારિણી થાય તે અત્યંત દુઃખનેા અનુભવ કરે છે, તે પરસ્ત્રીનું સેવન શી રીતે કરી શકે ? તાપ કે જેવું દુ:ખ પેાતાને થાય છે તેવુંજ દુ:ખ બીજાને પણ થતું હશે, એમ માનીને તે પરસ્ત્રી સેવનથી અળગા જ રહે.
વળી જે મનુષ્યા નિરંતર સુખની કામનાવાળા છે અને દુઃખથી દૂર ભાગનારા છે, તેને પરસ્ત્રીનું સેવન કેમ પરવડે? એમાં સુખ ક્ષણિક છે અને દુ.ખ પારાવાર છે. જો દુરાચાર કરતાં પકડાયા— અવસ્ય પકડાવું જ પડે છે—તેા હાડકાં પાંસળાં ખાખરાં થયાં જ સમજો, અથવા છાતી, પેટ કે ગરદનમાં તીક્ષ્ણ ખંજર ભેાંકાયું. જ સમજો. આવેા દુરાચાર કરનાર મૃત્યુ બાદ ધાર નરકમાં ઉત્પન્ન થાય છે અને ઘણા લાંબા સમય સુધી અસહ્ય ય:તનાએ ભાજ્ગ્યા કરે છે, તેથી પણ તેની ખતરનાકતાના ખરે ખ્યાલ આવી શકે છે.
રાવણ એક બળવાન રાજા હતા. વિવિધ વિદ્યામાં વિશારદ હતા અને પરાક્રમી તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા, પરંતુ પર સ્ત્રી સેવનના છંદે ચડયા, એટલે બરાબર પટકાયા અને કાયમને માટે કૃષ્ણ-મુખવાળા થયા. ગુજરાતના રાજા કરણઘેલાનું શું બન્યું? તે રૂપમાં મેાહાંધ બની પ્રધાનપત્નીના પ્રેમમાં પડયા એટલે બધું રાજપાટ હારી ગયા અને ગુજરાતને ગળે પરતંત્રતાની એડી ધાલતે ગયા કે જે આજ સુધી નીકળી શકી નથી. જે શ્રીમ ંતા, લક્ષ્મી પુત્રા કે રાજ્યક ચારીએ આ રસ્તે ચડયા, તેમની પૂરી પાયમલી થઇ છે અને તેમના કુટુંબીજને રખડી પડયા છે. આ વ્યસનની દુષ્ટતાને આથી વધારે પુરાવા ખીજો ો જોઇએ.