________________
૧૨૨
નારૂં હેઈ સ્વેચ્છાએ સ્વીકારવા જેવું છે, અન્યથા સ્થિતિ હરાયા ઢેર જેવી થવાનો સંભવ છે કે જે અનેક સ્થળે જવા છતાં કંઈ તૃપ્તિ પામતું નથી.
અહીં કોઈ એમ પણ કહે કે “મનુ યની ભ્રમર ભોગી વૃત્તિને કાબૂમાં રાખવાનું પ્રયોજન શું? આથી એક પ્રકારનો અસંતોષ ઉભે નહિ થાય? તેનો ઉત્તર એ છે કે ભ્રમર ભોગી વૃત્તિથી ધર્મને ધ્વસ થાય છે, દુરાચાર પેદા થાય છે અને ગૃહસ્થ જીવનની જડ ઉખડી જાય છે, એટલે તેને કાબુમાં રાખવી જ જોઈએ, જ્યાં સમજપૂર્વક કબૂ છે – અસંતોષનું કંઈ કારણ નથી, બાકી ભ્રમર ભેગી વૃત્તિથી પણ સંતોષ કયાં પેદા થાય છે? આ એક સ્ત્રીના પ્રેમમાં તે કાલે બીજી સ્ત્રીના પ્રેમમાં, એમ અનેક સ્ત્રીઓને પ્રેમમાં પડનારને અથવા નિત્ય નવ પાત્રો શોધનારને સંતોષને સ્પર્શ થાય જ કયાંથી? જેમ અગ્નિમાં ઘી હોમવાથી તે શાંત થતો નથી પણ વિશેષ પ્રદીપ્ત થાય છે, તેમ વિષયવાસનાઓને તૃપ્ત કરવાથી તે શાંત થતી નથી પણ વિશેષ પ્રદીપ્ત થાય છે, તેથી તેના પર કાબૂ મેળવો એ જ દષ્ટ છે. અને તે કાબૂ મેળવવામાં વિવાહિત જીવન અગત્યનો ભાગ ભજવે છે, એટલે જ તેની હિમાયત છે”
“વિવાહિતા સિવાયની અન્ય સ્ત્રીઓમાંથી માતાઓ કેને ગણવી? અને ભગિનીઓ કેને ગણવી ? અને પુત્રીઓ કોને ગણવી? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે જે સ્ત્રીઓ પિતાની ઉમરથી મોટી હોય તેમને માતા ગણવી. જે સ્ત્રીઓ લગભગ સમાન વયવાળી હોય તેમને ભગિનીઓ ગણવી અને જે સ્ત્રીઓ પોતાની ઉંમરથી લધુ વયની હોય તેમને પુત્રીઓ ગણવી.'
જેઓ ગૃહસ્થાશ્રમના આ પવિત્ર કર્તવ્યને લેપ કરીને માતા સમાન, ભગિની સમાન કે પુત્રી સમાન પરદારાઓના પ્રેમમાં આસક્ત બને છે, તેમને શું કહેવું? કેઈકે ઠીક જ કહ્યું છે કે ક્રોધી,