________________
૧૨૦
દારૂડિયાની હાલ જુઓ. તેમના પગ લથડિયાં ખાતા હોય છે, શબ્દો તોતડાતા હોય છે અને અસંબદ્ધ–પ્રલાપ ચાલુ હોય છે.” તેમના મુખમાંથી એક પ્રકારની બદ આવે છે. અને આંખ લાલઘૂમ બની જાય છે. નથી હતું તેમના શરીરનું ઠેકાણું કે નથી હોતું તેમનાં વસ્ત્રોનું ઠેકાણું, તે ગમે ત્યાં ને ગમે તેવી હાલતમાં ગબડી પડે છે અને લાંબો સમય મૂર્ણિતની જેમ પડયા રહે છે. એ વખતે તેમના મુખની આસપાસ માખો બણબણતી હોય છે અને હોઠના બંને સંપુટે ખુલ્લા રહી જાય છે. આથી કૂતરાઓ તેમાં પેશાબ કરે છે અને રસ્તે જતા આવતા તમામ મનુષ્ય તેમને તિરસ્કાર ભરી દૃષ્ટિએ જુએ છે.
- દારૂડિયાની પાસે પૈસાની વધારે છૂટ હોય તે તે વધારે દારૂ પીએ છે અને વધારે ખરાબી નોતરી લે છે અને પૈસાની તંગી હોય તો માથે દેવું કરીને પણ તે પિતાની તલપ પૂરી કરે છે. પણ વાત એટલેથી પતતી નથી. તે ઘર ખર્ચ માટે રાખેલા પૈસા પણ ઉઠાવી જાય છે અને સ્ત્રીના દાગીને ઉતારી, તેના વેચાણમાંથી આવેલા પૈસા વડે મદિરાપાનની મોજ માણે છે! રાત્રે સમયસર ઘરે આવવાનું તેમને માટે શક્ય હોતું નથી, એટલે પત્ની રાહ જોતી બેસી રહે છે અને પતિની આ હાલત પર નિસાસાના બે અશ્રુ બિન્દુ સારતી હોય છે. ટૂંકમાં દારૂડિયાનો ઘર સંસાર છેડા જ વખતમાં સળગી જાય છે અને સર્વ સંબંધે સૂતરના કાચા તાંતણાની જેમ ટપોટપ તૂટી જાય છે. પરિણામે તેની સામાજિક પ્રતિષ્ઠાને નાશ થાય છે અને નહિ ધારેલી ખાનાખરાબી જેવાનો પ્રસંગ આવે છે.
આ સ્થિતિમાં તેઓ દાન, શીલ, તપ કે ભાવનો આશ્રય શી રીતે લઈ શકે ? અથવા પંચાચારનું પાલન શી રીતે કરી શકે ? વધારે ખેદની વાત એ છે કે તેના આ વખતના સાથીઓને માટે