________________
૧૧૯
એક વખત એક રસોઈયાએ કઈ રાજકુમારને તરતના મરી ગયેલા બાળકનું માંસ રાંધીને આપ્યું, તે રાજકુમારની ડાઢે લાગ્યું, એટલે રોજ એવા માંસની માગણી કરવા લાગ્યો. પણ રોજ મરેલાં બાળકે મળે કય થી ? એટેલે તે ચોરી છુપીથી લેકનાં બાળક ઉપાવ લાગ્યો, અને તેનું મરણ નિપજાવીને તેના માંથી રાજકુ. મારની રસલાલસા પિષવા લાગે. આ વાત રાજકુમારના જાણવામાં આવી પણ તેણે એ રસોઈયાને વાર્યો નહિ. એટલું જ નહિ પણ હાલ રસોઈ સરસ બને છે” એમ કહીને તેને ઈનામ આપ્યું, એટલે એ મહાનિંદ્ય કાર્ય ચાલુ રહ્યું. આ પ્રમાણે રોજ લોકોનાં બાળકે ગુમ થવા લાગ્યાં, એટલે તેમણે તકેદારી રાખી અને રસે ઇયાને પકડી પાડશે. મારની બીકે તે રસોઈયાએ જેવી હતી તેવી હકીકત કહી સંભળાવી એટલે લેકની ઉશ્કેરણુંને પાર રહ્યો નહિ. તે બધા ટોળે મળીને રાજા આગળ ગયા અને ફરિયાદ કરી. તેથી રાજા શ્રેષે ભરાયો ને કુમારને જાકારો દઈ પોતાની હદ બહાર કાઢયા. એ કુમાર “બાળકખાઉ” તરીકે જાહેર થયેલ હેવાથી કોઈએ તેને આશ્રય આપે નહી, એટલે રખડી રખડીને ભંડા. હાલે મરણ પામ્યા, અને નરકમાં ઉત્પન્ન થયો.
માંસભક્ષણની આદત મનુષ્યને કેટલે અધમ બનાવે છે, તેનું આ ઉદાહરણ માત્ર છે. તેના પરથી બેધ લઈને મનુષ્યોએ માંસ ભક્ષણને તરત જ ત્યાગ કરવો ઘટે છે. ૪. મદિરાપાન
માદક પીણામાં મુખ્યતા મદિરાની છે, કે જેને કાદંબરી, વાણું, સુવા, મધ કે દારૂ કહેવામાં આવે છે. તેનું પાન કરવાથી એક પ્રકારને કેફ ચડે છે નશો આવે છે, એટલે તે રોજ રેજ પીવાનું મન થાય છે અને એમ કરતાં એક જાલીમ વ્યસન વળગી પડે છે. પછી તે નાગચૂડની જેમ છૂટવું ઘણું મુશ્કેલ થઈ પડે છે.