________________
૧૧૭
ઓછામાં ઓછી કેમ થાય? તેની કાળજી રાખીએ તો જ અહિંસાને આચારમાં મૂકી ગણાય. આ દૃષ્ટિએ માંસભક્ષણ કે માંસાહાર વર્યું છે, અને વનસ્પતિ કે શાકાહાર દષ્ટ છે.”
કેટલાક કહે છે કે બધા માણસો વનસ્પત્યાહારી કે શાકાહારી થાય તે એને પહોંચે એટલું અનાજ કે શાકભાજી આ જગમાં પેદા થતી નથી, માટે માંસભક્ષણને નિષેધ કરવો ઉચિત નથી.” તેમને અમારો ઉત્તર એ છે કે “ઉત્પાદનના જે આંકડાઓ રજૂ થાય છે તે ભરોસાપાત્ર હોતા નથી. એટલું જ નહિ પણ કેટલીક વાર ઈદ્રજાળ જેવા પણ હોય છે, એકવાર ઈગ્લાંડના એક પ્રધાનને પાર્લામેન્ટમાં ભારત વિષે કંઈક બેલવું હતું, એટલે તેણે ઈન્ડીયા ઓફીસ આગળ અર્થોત્પાદનના આંકડા માગ્યા. તે વખતે તેમને સામેથી પૂછવામાં આવ્યું કે “આપને કઈ જાતના આંકડાઓ જોઈએ છે? જે ભારત ગરીબ છે, એમ બતાવવું હોય તે અમુક પ્રકારની ફાઈલે આપીએ.” આ પરથી આંકડાઓને કેટલું વજન આપવું તે કોઈપણ સુજ્ઞ પાઠક સમજી શકશે. આ સ્થિતિમાં તેના આધારે કોઈપણ સિદ્ધાન્ત કેમ બાંધી શકાય? બીજુ આપણે રેજિ દો અનુભવ એમ કહે છે કે મનુષ્યને જેટલું જોઈએ તેટલું અનાજ, ફળફૂલ, શાકભાજી વગેરે ધરતીમાંથી મળી રહે છે, એટલે તેની તંગીને હાઉ બતાવ એ કોઈપણ રીતે વ્યાજબી નથી. અને માની લ્યો કે અનાજ તથા શાકભાજી વગેરેનું ઉત્પાદન ઓછું છે, તો એને વધારવા જેટલી બુદ્ધિ મનુષ્ય પાસે ક્યાં નથી ? સાચી વાત એ છે કે માંસાહારમાં મુગ્ધ બનેલા મનુષ્ય પોતાની આદતને પિષવા આવા આવા તુક્કાઓ જોડી કાઢે છે અને તેને પ્રચાર કરે છે, એટલે તેમાં કંઈ તથ્ય નથી.
કેટલાક કહે છે કે “માંસભક્ષણથી શરીર બળવાન બને છે, અને વનસ્પત્યાહાર કે શાકાહારથી માયકાંગલું રહે છે, માટે અમે