________________
૧૧૫
છે, કેઈ તાળું ખોલીને ધમાલ કાઢી લે છે, તો કોઈ ખાતર પાડીને, વાટે આંતરીને કે ધાડ પાડીને હરિપ્રિયાનું (લક્ષ્મીનું) હરણ કરે છે. વળી કઈ એકને બદલે બીજે જ માલ પધરાવી દઈ પૈસા પડાવી લે છે, કે માલમાં સેળભેળ કરીને ભળતો જ માલ માગી લે છે, કે બેટા તેલમાપનો ઉપયોગ કરી લેવાની વસ્તુ વધારે લઈ લે છે, અને આપવાની વસ્તુ બહુ ઓછી આપે છે. એ ઉપરાંત બીજી પણ અનેક પ્રકારે ચોરીઓ થાય છે.
જેન મહર્ષિઓ કહે છે કે જે ચોરી કરે છે, ને ચેરી કરાવે છે. એટલે કે ચોરીના કામમાં ઉત્તેજન આપે છે, જે ચોરને સલાહ આપે છે, જે ચેરનો ભેદ જાળવી રાખે છે, ચોરનો માલ વેચી આપે છે, જે ચોરને ખાનપાન આપીને પોષે છે, અને જે ચેરને સંતાઈ રહેવાનું સ્થાન આપે છે, તે બધા ચાર જ છે. કારણ કે તેનાથી ચેારીનો ધંધે ફાલે-કૂલે છે.
ચેરીનું ધન કાચા પારા જેવું ગણાય છે. એટલે કે તે કોઈને પચતું નથી. તે આવ્યા પછી અનેક જાતના ઉપદ્ર થાય છે, બુદ્ધિ બગડે છે, અને છેવટે ખાનાખરાબી કરીને ચાલ્યું જાય છે.
આ બધાં કારણોનો વિચાર કરીને સુજ્ઞ પુરૂષે ચેરીથી સદંતર દૂર રહેવું જોઈએ, અને ભૂલેચૂકે કેઈને ઉત્તેજન ન અપાઈ જાય તેની પૂરેપૂરી તકેદારી રાખવી જોઈએ. ૩, માંસભક્ષણ
માંસની ઉત્પત્તિ ઘેર હિંસા વિના થતી નથી. વળી માંસને સ્વાદ જીભે લાગ્યો કે છૂટ મુશ્કેલ થઈ પડે છે, અને તેમાં બીજા પણ અનેક દે રહેલા છે, તેથી માંસભક્ષણ કે માંસાહારને મહા વ્યસન માનવામાં આવ્યું છે.
કેટલાક કહે છે કે અમે માંસભક્ષણ કે માંસાહાર નિમિતે સ્વંય પ્રાણુની હિંસા કરતા નથી, પણ બીજા કરે છે, તેને દોષ