________________
૧૧૩
એટલે તેનું અકાળે મોત નિપજવાનો પ્રસંગ આવે છે ! ત્યાં શુભ લેશ્યા કે સદ્ગતિનું નિમિત મળે કયાંથી ?
આજે જગતમાં જુગારનાં અનેક સ્વરૂપ પ્રવર્તે છે. કેટલાક પત્તાંની જુદી જુદી જાતની રમત રમીને જુગાર ખેલે છે તો કેટલાક પાસા ફેંકીને જુગાર ખેલે છે. કેટલાક દોડાદોડમાં અમુક પ્રકારની શરત લગાવીને જુગાર ખેલે છે તે કેટલાક તેજી મંદી કે કફરક લગાવીને જુગાર ખેલે છે. સટ્ટો પણ એક જાતનો જુગાર જ છે, પણ તે સરકાર માન્ય હોવાથી જુગારમાં લેખાતો નથી.
આ બધા જુગારો જીવનની બરબાદી કરનારા છે અને ધર્મારાધનમાં મોટો અંતરાય ઊભો કરનારા છે, એટલે સુજ્ઞજનોએ તેને છોડી દેવા જ જોઈએ અને પ્રમાણિક પુરુષાર્થથી જે કંઈ પ્રાતિ થાય તેનાથી સંતોષ પામી પિતાનું જીવન સદાચારના માર્ગે વ્યતીત કરવું જોઈએ.
૨. ચારી અગ્નિને તણખો નાનો હેય પણ અવકાશ મળે તે જોત જોતામાં મોટો બની જાય છે અને અનેક વસ્તુઓને બાળીને ભસ્મ કરી નાખે છે, તેમ ચેરી કરવાની ટેવ કે આદત પ્રારંભમાં નાની હોય છે, પણ તેને અવકાશ મળે તો અત્યંત મટી બની જાય છે અને અનેક સલ્લુનો ત્વરિત નાશ કરી નાખે છે, તેથી તેની ગણના મહાવ્યસનમાં કરી છે.
ધાન્ય, વસ્ત્ર, આભૂષણ, સેનું, ચાંદી, રેકડનાણું, પાળેલાં પશુઓ વગેરેથી લેકને જીવનવ્યવહાર ચાલે છે, એટલે તેમાંથી કઈ પણ વસ્તુ ચોરી લેવામાં આવે કે તેનું હરણકરવામાં આવે તે તેમને અત્યંત દુઃખ થાય છે. એટલું જ નહિ પણ તેમની પાસે અમુક જ દ્રવ્ય હોય અને તે બધું ચોરાઈ જાય તે તેમને જમ્બર આઘાત પણ લાગે છે અને વખતે મૃત્યુ પણ થાય છે ! એટલે ચેરીમાં