________________
૧૧૨
સેવન કરનારા હજારો રૂપિયા હારી જાય છે અને છેવટે રસ્તાના રખડતા ભિખારી બની પોતાનું આયુષ્ય પૂરું કરે છે. અહીં કેઈએ એમ સમજવાનું નથી કે આવી હાલત તે સામાન્ય મનુષ્યની જ થાય. વાસ્તવમાં ધનપતિ કે પૃથ્વીપતિ જે કે તેના છેદે ચડયા છે, તે સર્વના હાલ આવા જ બૂરા થયા છે. નળ જે પુણ્યશાલી રાજવી કે જેનું નામ લેવામાં પણ લોક ગૌરવ અનુભવતા હતા, તે જુગારના છંદે ચડયે એટલે રાજપાટ હારી ગયું અને ભૂડા હાલે ભમવા લાગ્યો. પરાક્રમ માટે પ્રસિદ્ધ થયેલા પાંચ પાંડનું શું બન્યું? તેઓ જુગારના પ્રતાપે જ પોતાનું રાજ્ય હારી ગયા અને દ્રૌપદી જેવી સતી સ્ત્રીને પણ હારી બેઠા. આ અવસ્થામાં તેમને બાર વર્ષ વનવાસ ભોગવવો પડે અને તેરમે વર્ષે પણ છૂપા રહેવું પડ્યું. આવા તે બીજા અનેક દૃષ્ટાંતો રજુ થઈ શકે તેમ છે, પણ ગ્રંથવિસ્તારના ભયથી તેને અહીં ઉલ્લેખ કરતા નથી.
જુગારમાં સહુથી મોટી એબ એ છે કે તે મનુષ્યને અનેક દુર્ગાવાળે બનાવે છે અને તેના લીધે તે જીવનમાં કદી ઉચ્ચ આવી શકતો નથી. જુગાર રમતાં જિત થાય અને ખૂબ પૈસા આવી પડે તે તેને ઉડાવવાનું મન થાય છે અને તેમાં મોટા ભાગે માંસભક્ષણ, મદિરાપાન, પરસ્ત્રીસેવન અને વેશ્યાગમનને જ આશ્રય લેવાય છે. તે જ રીતે જુગાર રમતાં હાર થાય તે ચોરી કરીને, વિશ્વાસઘાત કરીને કે કેઇન રીતસરનો હકક દબાવીને પણ પૈસા લઈ આવવાનું મન થાય છે,
જુગારીના ચિત્તને જરાએ સ્વસ્થતા હોતી નથી. તે જાત જાતના ઘાટ ઘડ્યા જ કરે છે અને તેની પૂર્તિ કરવા માટે પ્રયત્નશીલ રહે છે. આ અવસ્થામાં તેને શીલ સંયમ, સદાચાર કે ધર્મના વિચાર આવે કયાંથી ? ઘણીવાર જુગારીઓ અંદરોઅંદર લડી પડે છે અને એક બીજાની છાતીમાં છરીઓ હુલાવી દે છે,