________________
પ્રકરણ નવમું સપ્ત વ્યસન ત્યાગ વ્યસનથી મનુષ્ય પરાધીન બને છે, અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે અને ધર્મારાધન કે આત્મવિકાસને યોગ્ય રહેતો નથી. એટલે જૈન મહષિઓએ વ્યસનત્યાગને ખાસ ઉપદેશ આપેલ છે. તેમાં સાત વ્યસને બહુ મોટો છે અને તે મનુષ્યને અવશ્ય દુર્ગતિમાં લઈ જાય છે, એટલે તેને ભારપૂર્વક નિષેધ ફરમાવ્યો છે. આ સાત વ્યસનોનાં નામ નીચે મુજબ સમજવાંઃ (૧) જુગાર, (૨) ચેરી, (૩) માંસભક્ષણ, (૪) મદિરાપાન, (૫) પરસ્ત્રીસેવન, (૬) વેશ્યાગમન અને (૭) શિકાર.
૧ જુગાર એક વાર જુગાર ખેલ્યા કે બીજી વાર જુગાર ખેલવાનું મન થાય છે અને બીજી વાર જુગાર ખેલ્યો કે ત્રીજી વાર જુગાર ખેલવાનું મન થાય છે. આમ તેની પરંપરા લંબાતી જ જાય છે, એટલે એક વાર મનુષ્ય તેના પંજામાં ફસાયે કે તેમાંથી નીકળવું મુશ્કેલ થઈ પડે છે. તેમાં એ જુગાર ખેલતાં હારી જવાને પ્રસંગ આવે, ત્યારે તે બમણું જોરથી ખેલવાને જુસ્સો પ્રકટી આવે છે ને એ રીતે સર્વનાશ થાય ત્યાં સુધી મનને જ૫ વળતો નથી. હાર્યો જુગારી બમણું રમે” એ ઉકિત સર્વત્ર પ્રસિદ્ધ છે.
પૈસામાં શું ?” “આને કઈ વિસાતમાં છે?” “રૂપિયા–બે રૂપિયાની હારજીત કંઈ મોટી ન કહેવાય,' એમ માનીને તેનું