________________
૧૧૦ પાછળ પિતાની આજીવિકાદિ ચલાવવાના હેતુ ન હોય તે એ તપાચાર કહેવાય છે. તપના છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારે છે, તેને જ તપાચારના બાર ભેદો સમજવા. આ આચારનું પાલન કરવા માટે જૈન સંઘમાં નાની મોટી અનેક તપસ્યાઓ નિરંતર થતી જ હોય છે. વીર્યાચાર
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના કહેલા છત્રીસ આચારોમાં પિતાનું–આત્માનું બળ કે સામર્થ્ય વાપરવું તે વીર્યાચાર છે,
કેટલાક એમ માને છે કે નિયતિના પ્રભાવે જે શુભ કે અશુભ અર્થ મનુષ્યને મળવાનો હોય છે. તે અવશ્ય મળે છે, અને જીવો ગમે તે માટે પ્રયાસ કે પ્રયત્ન કરે તે પણ ન થવાનું તે થતું નથી, અને થવાનું છે તે મિથ્યા થતું નથી. પણ તેમની આ માન્યતા પ્રત્યક્ષ સિદ્ધ પુરુષાર્થને અપલાપ કરનારી હોઈ માનવા યોગ્ય નથી. જ્યારે ઉત્થાન (ઉભું થવું), કર્મ (ઊંચું નીચું કરવું વગેરે), બલ (શારીરિક બળ), વીર્ય (અત્યંતર શકિત-જીવનને ઉલ્લાસ), અને પરાક્રમ (ઈષ્ટ સિદ્ધિમાટે પ્રયાસ) રૂ૫ પુરુષાર્થનું પરિણામ પ્રત્યક્ષ સિહ છે, એટલે તે માનવા યોગ્ય છે.
પુરૂષાર્થની આ પાંચે ભૂમિકાઓ પર પરમ ઉલ્લાસથી પદાર્પણ કરવું એ વીર્યાચરને મર્મ છે.
જે સાધક પંચાચારમાં પ્રવીણ નથી, તેને માટે મોક્ષ, મુક્તિ, સિદ્ધિ શ્રેયસ અતિદૂર છે, એટલે તેણે પંચાચારમાં પ્રવીણ થવું જોઈએ,