________________
૧૦૮
૪, અમૂઢષ્ટિ : મૂઢ દૃષ્ટિવાળા થવું નહિ. મૂઢ દષ્ટિવાળા મનુષ્ય હાથમાં આવેલા ચિંતામણિ રત્નને કાચનો ટુકડે સમજી ફેકી દે છે કે સાચા બકરાને કૂતરો માની તેનો ત્યાગ કરે છે. તે માટે બ્રાહ્મણ અને ત્રણ કૂતરાનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. અહીં એ વાત પણ સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે સરલતા અને મૂઢતા એક નથી. સરલતામાં માયા કપટને ત્યાગ હોય છે, પણ બુદ્ધિની ભારે કાઈ ખામી હોતી નથી, જ્યારે મૂઢતામાં ભારે ખામી (ગેરહાજરી) હોય છે, અને તેથી સત્યાસત્ય, હિતાહિત કે કર્તવ્યાકર્તવ્ય સમજી શકાતું નથી.
૫, ઉપમુંહણ : સમાનધર્મીના ગુણની પ્રશંસા કરવી.
૬, સ્થિરીકરણઃ કાઈ સમાન ધમ ધર્મમાર્ગથી વિચલિત થતો હોય તો તેને યોગ્ય ઉપાયે ધર્મમાર્ગમાં સ્થિર કરે.
૭, વાત્સલ્ય સમાન ધર્મ પ્રત્યે પોતાના કુટુંબીજનેની જેમ વાત્સલ્ય રાખવું.
૮, પ્રભાવના : સત્યમાર્ગની પ્રભાવના થાય તેવા પ્રયાસો કરવા. જૈન મહર્ષિઓએ આઠ પ્રકારના પુરૂષોને શાસન પ્રભાવક માન્યા છે તે આ રીતે ?
पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य । विज्जा-सिध्धी अ कवी, अट्टेव पभावगा भणिआ ॥
(૧) પ્રાચનિક એટલે સુંદર પ્રવચન કરનાર, (૨) ધર્મકથી એટલે હદયના ગૂઢ સંશયોને પણ છેદી શકે એવી રીતે ધર્મ સમજાવનાર, (૩) વાદી એટલે પ્રમાણ, યુકિત અને સિદ્ધાન્તના બલથી સ્વમતનું સ્થાપન કરનાર અને પરમતનો ઉચ્છેદ કરનાર (૪) નૈમિત્તિક એટલે નિષ્ણાત વિદ્યામાં નિષ્ણાત, (૫) તપસ્વી એટલે વિવિધ પ્રકારની ઉગ્ર તપશ્ચર્યા કરનાર, (૬) વિદ્યાવાન એટલે યથા