________________
૧૦૯
સમયે મત્ર-ત ંત્રને ઉપયાગ કરી શકનાર, (૭) સિધ્દ એટલેઅંજન, ચૂ, લેપ વગેરે સિદ્ધ કરેલા યાગાનું રહસ્ય જાણનાર, અને (૮) કવિ એટલે સુંદર કાવ્યરચના કરી શકનાર, એ આઠે પ્રભાવકા કહેલા છે. શ્રાવકને માટે સાત ક્ષેત્રમાં ધન વાપરવું તથા અનુકંપા દાન દેવું એ શાસન પ્રભાવનાને માર્ગ છે.
ચારિત્રાચાર
ચારિત્રના રક્ષણ અને પાલન માટે જે આચારનું પાલન કરવુ' તે ચારિત્રાચાર કહેવાય છે. પાંચમિતિ અને ત્રણ ગુપ્તિના ભેદથી તે આઠ પ્રકારને છે.
પ્રથમ ભાગમાં નવત-ત્ત્વના વિવેચન પ્રસંગે સવરત-ત્ત્વના વનમાં પાંચસમિતિ અને ત્રણ ગુપ્તિનેા પરિચય આપેલે છે, એટલે અહીં તેની પુનઃકિત કરતા નથી. પણ તે સંબધી એટલુ સ્પષ્ટીકરણ કરવા ઇચ્છીએ છીએ કે ચારિત્રાચારનું આ સ્વરૂપ શ્રમણ ધર્મોને અનુલક્ષીને વવામાં આવ્યું છે, એટલે શ્રાવકે એ સામાયિક-પાષષ્ઠ આદિ ક્રિયાઓ કરતાં તેનું પાલન અવશ્ય કરવાનું છે. અને બાકીના સમયમાં પણ તેને આદ` દૃષ્ટિ સમક્ષ રાખીને વર્તવાનું છે.
પાંચસમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન પ્રણિધાન પૂર્વક એટલે ચિત્તની સમાધિપૂર્વક થાય ત્યારે ચારિત્રાચારનું પાલન થયું ગણાય છે.
તપાચાર
તપનું વિવેચન છઠ્ઠા પ્રકરણમાં વિસ્તારથી કર્યું છે. આ તપ જ્યારે ગ્લાનિ, ખેદ કે કટાળા વિના કરવામાં આવે, તેમજ તેની × જિનચૈત્ય, જિનબિંબ, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સાત ક્ષેત્રા કહેવાય છે.