________________
भाबुच्चिअ परमत्थो, भावो धम्मस्त साहओ भणिओ।
सम्मत्तस्स वि बी, भावुच्चिअ बिति जगगुरुणा ।। - ભાવ એજ પરમાર્થ છે. ભાવને જ ધર્મને સાધક કહે છે, અને ભાવ એજ સમ્યકત્વનું બીજ છે. એમ જગશ્રુ જિનેશ્વર ભગવતે કહે છે.
ભાવને પરમાર્થ કહેવાનું કારણ એ છે કે તે સર્વ વિચારણાનો સાર છે. ભાવને ધર્મ સાધક કહેવાનું કારણ એ છે કે દાન, શીલ અને તપની સંપત્તિ તેના વડે જ ફલને ધારણ કરે છે. ભાવને સમ્યકત્વનું બીજ કહેવાનું કારણ એ છે કે તેનો ઉલ્લાસ થયા પછી જ આત્મા સમ્યકત્વને સ્પર્શે છે.
ભાવનું મહત્વ સમજાવવા માટે જૈન શાસ્ત્રકારે રસોઈ અને મીઠાનું (લવણનું) ઉદાહરણ આપે છે, જેમકે કઈ રઈમાં બધા મસાલા માપસર પડયા હેય પણ લવણની ખામી રહી હોય તે એ સ્વાદિષ્ટ લાગતી નથી, તેમ જે ધર્મમાં દાન, દયા, શીલ, સંયમ, તપ, તિતિક્ષા વગેરેનું વિધાન બરાબર હોય પણ ભાવ પર ભાર મૂકાયો ન હોય તે એ સુંદર લાગતો નથી.
ઘણુ મનુષ્યો કાયાની પ્રવૃત્તિને-કાયવ્યાપારને મહત્ત્વ આપે છે. તેમને ઉદ્દેશીને જૈન મહર્ષિઓએ કહ્યું છે કે – जन हु बंधेो भणिओ, जीवस्स वहे वि समिहगुत्तीण। भावो तत्थ पमाण, न पमाण कायवावारो॥
જ્યારે સમિતિ અને ગુપ્તિ પૂર્વક વર્તતા સાધુઓને જીવને વધ થવા છતાં કર્મને બંધ કહેલું નથી, ત્યારે ભાવ એ જ પ્રમાણ સમજવાનું છે, નહિ કે કાયાની પ્રવૃત્તિ-કાયાનો વ્યાપાર
આ કથનનું તાત્પર્ય એ છે કે ધર્મારાધનમાં માત્ર કાયાને વ્યાપાર જ લક્ષમાં લેવાને હેય તે જે સાધુઓ સમિતિ અને ગુપ્તિથી યુકત છે, એટલે કે અપ્રમત્ત ભાવે વિચરે છે, તેમને પણ