________________
પ્રકરણ આઠમું ૫ચા ચાર
- આ જગતમાં અનેક જાતના આચારો પ્રવર્તે છે. તેમાં જ્ઞાતિ, સમાજ કે દેશના બંધારણ અંગે પ્રવર્તેલા આચાર લૌકિક કે દ્રવ્યાચાર છે અને આત્મવિકાશ, પરમ પદ કે શ્રેયસૂની સાધના અંગે પ્રવર્તે લા આચારે લેકોત્તર કે ભાવાચાર છે. આ બે પ્રકારના આચારોમાંથી ભાવાચાર ઉપાદેય થાય છે, કારણ કે દરેક મુમુક્ષુનું લક્ષ્ય આત્મવિકાસ, પરમપદ કે શ્રેયસૂની સાધના જ હોય છે.
શ્રેયસૂની સાધના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના વડે જ થાય છે, તથા તેમાં વીર્યને પરમ ઉલ્લાસ આવશ્યક હોય છે, એટલે ભાવાચારના પાંચ પ્રકારે પાડવામાં આવ્યા છે: ૧, જ્ઞાનાચાર, ૨, દર્શનાચાર, ૩, ચારિત્રાચાર, ૪, તપાચાર અને ૫, વીર્યાચાર આ પાંચ આચારેને પંચાચાર કહેવામાં આવે છે, અને તેને જ પરિચય અહીં પ્રસ્તુત છે. જ્ઞાનાચાર
જ્ઞાન શબ્દથી અહીં પંચવિધ જ્ઞાન નહિ પણ શ્રતજ્ઞાન કે શાસ્ત્રજ્ઞાન સમજવાનું છે. તેનું મહત્ત્વ પ્રકાશતાં જૈન મહર્ષિઓએ જણાવ્યું છે કે જેમ દેરડાની રાશ કુમાર્ગે ચાલતા બળદને સન્માર્ગે લઈ જાય છે, અને ચેકડું કે ચાબુક કુમાર્ગે ચાલતા ઘડાને