________________
૧૦૩
પહેલાંને એક કામાંધ નટ ક્ષણ પછી કેવળજ્ઞાની બને, અને સહુની વંદનાને પાત્ર થાય એ શું છે ચમત્કાર છે?
રાજા પ્રસન્નચંદ્ર દુર્ભાવના યોગે સાતમી નરકને યોગ્ય કર્મોનું ઉપાર્જન કર્યું હતું, પણ ફરી સંભાવના જાગૃત થતાં અને તે ઉત્તરોત્તર ઉલ્લાસ પામતાં એ સર્વ કર્મો ખપી ગયાં અને તેઓ કેવળજ્ઞાનના સ્વામી બન્યા, એ હકીકત પણ ભાવમાં રહેલી અગાધ-અચિંત્ય શકિતનો પરિચય આપે છે.
દીપક ના હોવા છતાં ગૃહમાં રહેલા અંધકારને નાશ કરે છે, તેમ ભાવવાળું અનુષ્ઠાન નાનું હોય છતાં કર્મને નાશ કરે છે, અને મુકિતનું શાશ્વત સુખ મેળવી આપવામાં સમર્થ થાય છે, તેથી સર્વે મુમુક્ષુઓએ ભાવ ધર્મનું યથાવિધિ સેવન કરવું.