________________
૧૦૨
જગતમાં પૂજાઉં છું, અને ઈચ્છિત ધનમાલ મેળવું છું. તેથી તમારે પુત્ર જે અમારી સાથે રહે, અમારી વિદ્યા શીખે અને કેાઈ રાજાને રીઝથી મોટું દાન મેળવે તે તેને મારી પુત્રી પરણવું.” શરતો ઘણી અપમાનજનક હતી પણ કામીને માન શું અને અપમાન શું. ઈલાચીકુમારે એ શરત કબૂલ કરી અને તેની સાથે રહેવા માંડયું. તે થોડા વખતમાં એની બધી કળા શીખી ગયે, અને રાજાને રીઝવવા માટે બેનાતટ નગરે ગયો, અને ત્યાં તેણે અભૂત કહી શકાય એવા ખેલે કર્યા, પણ રાજા રીઝ નહિ, રાજાએ પેલી નટડીને જોઈ હતી, એટલે તેનું મન એમાં પરોવાયું હતું. જે આ નટ ખેલ કરતાં ખલાસ થાય તે નટડી જરૂર મને મળે, એવા ખ્યાલથી તે કંઈપણ બોલતા ન હતા. ઈલાચીને પાકે વહેમ પડે કે દાળમાં કંઈક કાળું છે. પણ નટડીના આગ્રહથી તે ફરી વાંસ પર ચડયો, અને પોતાની અદ્ભૂત કરામત બતાવવા લાગ્યો. એવામાં એક ઘટના બની ગઈ. તેની નજર બાજુના મકાનમાં પડી. ત્યાં વસ્ત્રાલંકારથી સુસજ્જ થયેલી એક નવયૌવના હાથમાં મોદકને થાળ લઈને ઉભી હતી, અને ભિક્ષાર્થે પધારેલા મુનિરાજને તે વહેરવા માટે આગ્રહ કરી રહી હતી. પણ મુનિએ તેની સામે ઊંચી આંખે જોયું પણ નહિ. સર્વ સંગેનો વિચાર કરી તેઓ ત્યાંથી ચાલતા થયા. આ જોઈ ઈલાચીકુમારને વિચાર આવ્યું કે એક નવયૌવનાનું એકાંતમાં મિલન થાય છે, છતાં આ મહાપુરૂષનું રૂંવાડુએ ચાલતું નથી, અને હું તે લાજ આબરૂ છેડીને એક નટડીની પાછળ ભમી રહ્યો છું, અને તે મને કયારે પ્રાપ્ત થાય? આવી આશામાં આ જીવ સટોસટના ખેલ કરી રહ્યો છું. ખરેખર! મને ધિક્કાર છે ! મારા જેવો મહામૂર્ખ આ જગતમાં બીજે કાણું હશે ? આ શુભ ભાવ હતો અને તે ઉલ્લાસ પામવા લાગ્યું, એટલે તેના અંતરમાં વીંટળાયેલા મેહ અને અજ્ઞાનના પડદા તૂટવા લાગ્યા, અને તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ક્ષણ