________________
૧૦૫ સુમાર્ગે લઈ જાય છે, તેમ આ શ્રુતજ્ઞાન ને સન્માર્ગે લઈ જાય છે.” આજથી લગભગ પચીસો વર્ષ પૂર્વે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના શ્રમણ કેશિ કુમાર અને શ્રી મહાવીર સ્વામીની પરંપરાના ગણધર શ્રી ગૌતમ સ્વામીનું ઐતિહાસિક મિલન થયું ત્યારે શ્રમણ કેશિકુમારે કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. તેમાં એક પ્રશ્ન એવો હતો કે “હે ગૌતમ ! આ મહાસાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડે ખૂબ દોડી રહ્યો છે. તેના પર બેઠેલા તમે ઉન્માર્ગે કેમ જતા નથી ?” તેના ઉત્તરમાં શ્રી ગૌતમ સ્વામીએ કહ્યું હતું કે હે મહામુનિ ! તે ગભર દેડતા ઘેડાને અર્થાત મનને શ્રુત (શાસ્ત્ર) રૂપી લગામથી હું બરાબર કાબુમાં રાખું છું. તેથી તે ઉન્માર્ગે જ નથી.”
આ ઉત્તર પરથી શ્રુતજ્ઞાનનું કેટલું મહત્ત્વ છે, તે સ્પષ્ટ થાય છે. તેના અધ્યયન અંગે જૈન મહર્ષિઓએ જણાવ્યું છે કે આખા દિવસમાં એક જ પદ ભણી શકાય અથવા પંદર દિવસમાં અર્ધા ગ્લૅક જ ભણી શકાય તો પણ જે જ્ઞાન શીખવાની ઈચ્છા હોય તે એ ઉદ્યમ છેડવો નહિ.”
શ્રુતજ્ઞાનનું અધ્યયન કરવા માટે જે આઠ નિયમો પ્રતિષ્ઠિત થયેલા છે. તેને જ અહીં જ્ઞાનાચાર સમજવાનો છે. તે આઠ નિયમોનાં નામ નીચે મુજબ છેઃ (૧) કાલ, (૨) વિનય (૩) બહુમાન, (૪) ઉપધાન, (૫) અનિદ્દનવતા, (૬) વ્યંજન શુદ્ધિ, (૭) અર્થશુદ્ધિ, અને (૮) તદુભય શુદ્ધિ.
૧ કાલઃ શાસ્ત્રોના સ્વાધ્યાય માટે જે કાલ નક્કી થયે હોય તે કાલે જ તેનું અધ્યયન કરવું, પણ તે સિવાયના કાલે તેનું અધ્યયન કરવું નહિ,
૨ વિનય : જ્ઞાન આપનાર ગુરૂને વિનય કરે. અર્થાત ગુરૂ આવે ત્યારે ઉભા થવું, ગુરૂની સામે હાથ જોડીને ઉભા રહેવું,