________________
એકવાર એક પંડિતે અહિંસા પર એટલું જોરદાર વ્યાખ્યાન આપ્યું, કે તે સાંભળીને સર્વ શ્રોતાઓનાં દીલ પીગળી ગયાં, અને તેમણે હવે પછી માંસ, મચ્છી તથા ઈડા નહિ વાપરવાનો નિર્ણય કર્યો. એવામાં પંડિતજીને પરસેવે લૂછવા માટે રૂમાલની જરૂર પડી, અને તે ખી સામાથી ખેંચવા જતાં એક ઈડું બહાર નીકળી પડયું. એટલે તરત ત્યાં હસાહસ થઈ પડી, અને “આ તે ચાવવાના પણ જુદા છે, અને બતાવવાના પણ જુદા છે.” એમ બોલીને સર્વ શ્રોતાઓ ચાલતા થયા.
ધર્મને ઉદ્દેશ મનુષ્યને ઉચ્ચ વિચાર અને ઉચ્ચ આચાર દ્વારા મેક્ષ તરફ દોરી જવાનો છે. એટલે તેમાં ભાવની વિશેષ જરૂર પડે છે. જે ભાવ ન હોય તે ઉચ્ચ વિચારો આવે કયાંથી ? અને ઉચ્ચ વિચાર આવે નહિ તે ઉચ્ચ આચાર ઘડાય કયાંથી? વળી આચાર વિના કોઈ મેક્ષ મેળવી શકતું નથી. એ વસ્તુ સુસ્પષ્ટ છે. તેથી જે ધર્મ મેક્ષનો ઉપદેશ આપે છે, પણ ભાવ પર ભાર મૂકતા નથી. તેને વિદ્વાને હસે છે, અને અહીં તે જમ્બર પિલ છે.” એમ કહીને તેની ઠેકડી ઉડાવે છે.
આ રીતે તર્ક વિહીન વૈદ્ય, લક્ષણ વિહીન પંડિત અને ભાવ વિહીન ધર્મ એ ત્રણે આ જગતમાં ખરેખર ! લોકેાની હાંસીને પાત્ર થાય છે.
આપણા મનમાં જે વિચાર આવે છે, જે લાગણીઓ ઉભવે છે, અને જે ઈચ્છાઓ કે અભિલાષાઓ જન્મે છે, તે સર્વને વ્યકત કરવાનું સાધન ભાવ છે, એટલે તે અશુભ અને શુભ એમ બને પ્રકારને હોઈ શકે છે. તેમાં અશુભ ભાવ કર્મબંધનનું કારણ છે, એટલે હેય છે–છોડવા યોગ્ય છે, અને શુભ ભાવ કર્મક્ષયનું નિમિત્ત છે, એટલે ઉપાદેય છે, આરાધવા યોગ્ય છે. શાસ્ત્રકારોએ આ શુભ ભાવને, શુભ ભાવની વૃત્તિને, શુભ ભાવના ઉલ્લાસને જ ભાવ ધર્મ કહ્યો છે, અને તેની જ શત મુખે પ્રશંસા કરી છે. તેઓ કહે છે કેઃ