________________
આ તપ કરવાની સામાન્ય રીતિ એવી છે કે તપના દિવસે - (૧) બ્રહ્મચર્યનું પાલન કરવું. (૨) વાણી પર સંયમ રાખવો. (૩) અમુક વખત સુધી મૌન રાખવું. (૪) અમુક સમય ધ્યાનમાં (કાયોત્સર્ગમાં) ગાળો અથવા
અમુક નવકારવાળીઓ ફેરવવી.-ગણવીઃ (૫) અમુક સમયે સ્વાધ્યાયમાં એટલે ધાર્મિક પુસ્તકના
વાંચનમાં ગાળવો. (૬) ક્રોધ, માન, માયા અને લેભનો બને તેટલે ત્યાગ કરવો. (૭) સવાર-સાંજ આવશ્યક ક્રિયા (પ્રતિક્રમણ) કરવી. (૮) દેવ-ગુની ભકિત કરવી. વગેરે.
કોઇપણ તપ પ્રત્યાખ્યાન, કે નિયમ પૂર્વક થાય છે, અને તેને સમય પૂર્ણ થાય એટલે પારવામાં આવે છે. કોઈપણ તપમાં સૂર્યાસ્ત થયા પછી અને બીજા દિવસનો સૂર્યોદય થતાં સુધી કઈ પણ પ્રકારના આહાર–પાણી ગ્રહણ કરવામાં આવતાં નથી પારણું કરતાં પહેલાં અતિથિ સંવિભાગની ભાવના રખાય છે. એટલે કોઈ સુપાત્રને દાન આપ્યા પછી જ વાપરવા યોગ્ય વસ્તુ વપરાય છે.
* તપસ્વીઓની સેવા કરવી એ જીવનનું સૌભાગ્ય લેખાય છે, અને તેમને હરેક પ્રકારે સત્કાર કરવો, એ ગૃહસ્થનું કર્તવ્ય મનાય
- જૈન પર્વો લકત્તર છે, એટલે તેમાં તપશ્ચર્યા મુખ્ય હોય છે. અને તે ખૂબ ભાવના પૂર્વક કરવામાં આવે છે.