________________
૭૬
મુફલિસ થઈ મૃત્યુને ભેટે કરવો પડે છે. બીજી બાજુ જે લો સંયમથી રહે છે, સદાચાર પાળે છે, અને સદ્વર્તનને આગ્રહ રાખે છે. તેમનું જીવન આરોગ્ય, શ્રી, ધૃતિ અને મતિથી યુકત હોય છે, એટલે તેઓ આનંદને દીર્ધકાલ સુધી ઉપભોગ કરી શકે છે, અને એ રીતે જીવનને રસ માણી શકે છે. જેઓ સંપૂર્ણ સંયમી છે, તેઓ આ જગતમાં વધારેમાં વધારે સુખી છે. અને તે સુખની અન્ય કેઈ સુખ સાથે સરખામણું થઇ શકતી નથી.
જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે, અને કાંકરે કાંકરે પાળ બંધાય છે, તેમ નાના નાના વ્રત નિયમોથી શીલનો સંગ્રહ થાય છે, અને તેના વડે ચારિત્ર દીપી નીકળે છે. આ વિષયમાં વંકચૂલને વ્યતિકર વિશેષ પ્રતીતિ ઉપજાવે તેવું છે. તે આ પ્રમાણે –
મૂળ તે પુષ્પગુલ નામને રાજકુમાર પણ નાની ઉંમરથી જુગારના છેદે ચડ્યા, અને વાંકી ચાલે ચાલીને લેકોને છેતરવા લાગે, એટલે તેનું નામ વંકચૂલ પડ્યું. તેના વર્તનથી કંટાળેલા પિતાએ જાકારે દીધે, એટલે તે પોતાની સ્ત્રી તથા બહેનને સાથે લઈને ચાલી નીકળે, પણ કેાઈએ આશ્રય આપે નહિ, આખરે તે એક ચેર પલ્લીમાં ગયે, અને સાહસ, વફાદારી, વગેરે ગુણોથી આગળ વધતાં કાળક્રમે ૫લીપતિ થયે.
એકવાર જ્ઞાનતુંગ નામના આચાર્ય ફરતા ફરતા તેની પલ્લીમાં આવી પહોંચ્યા, અને વર્ષાઋતુ હોવાથી આશ્રય માગ્યો, ત્યારે વંકચૂલે કહ્યું કે તમારે અહીં ચાતુર્માસ ગાળવું હોય તે સુખેથી ગાળે, પણ તમારે મારી હદમાં રહીને કોઈને ઉપદેશ આપવો નહિ, સર્વ સંગેને વિચાર કરી આચાર્યો તે શરત કબૂલ કરી.
પછી ચાતુર્માસ પૂરું થતાં આચાર્યો વિહાર કર્યો, ત્યારે વંકચૂલ તેમને વળાવવા ગયે, અને પિતાની હદ વટાવી. તે વખતે