________________
જાય નહિજેનાથી ઈકિઓને હાનિ પહોંચે નહિ, અને જેનાથી મન, વચન તથા કાયાની પ્રવૃત્તિ કરવાની શકિત હણાય નહિ. તે સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે –
कायो न केवलमयं परितापनीयो,
मिष्टरसर्बहुविधनं च लालनीयः । - રિત્તેિજિળિ ત્તિ ચાન,
वश्यानि येन च तदाचरितं जिनानाम् ।।..
આ શરીરને કેવળ પરિતાપ ઉપજાવ નહિ કે તેનું વિવિધ આ પ્રકારના મધુર રસો વડે પાલન પણ કરવું નહિ. જિનેશ્વર ભગવતેએ
એવું તપ આદરેલું છે. કે જેનાથી ચિત્ત અને ઇન્દ્રિઓ ઉભાગે ન જતાં વશ રહે.
આને આપણે અસંયમ તથા ઉગ્ર તપ વચ્ચેને મધ્યમ માર્ગ કહી શકીએ, અને માનવ સમૂહના મોટા ભાગને તે જ અનુકુળ પડે છે. - આજે થોડું, કાલે તેથી વધારે, પછી તેથી પણ વધારે, એમ જેઓ ચડતા ક્રમે આગળ વધે છે, તેમના મનની પ્રસન્નતા જળવાઈ રહે છે. અને તેમને આર્તધ્યાન કે રૌદ્રધ્યાન કરવાનો વખત આવત નથી. જ્યારે ઉત્સાહના આવેશમાં આવી જઈને એકદમ મેટું પગલું ભરનારને પસ્તાવાનો વખત આવે છે અને તે સમયે આ ધ્યાન કે રૌદ્રધ્યાન અવશ્ય થાય છે, તેથી કોઈપણ તપ પોતાની શકિતને વિચાર કર્યા વિના કરવાનું નથી.
હાથ લાંબા સમય સુધી ઉંચા રાખવામાં આવે તે ખેટા પડી જાય છે, પગ લાંબા સમય સુધી ઉંચા રાખવામાં આવે તે તેની પણ એજ હાલત થાય છે. ગળાબૂડ પાણીમાં ઉભા રહેતાં શરદી થાર્ય છે, અને શરીર કુગાઈ જાય છે. સૂર્ય સામે લાંબો વખત જોઈ રહેવાથી થનું તેજ ચાલ્યું જાય છે. આ રીતે જે તપથી શરીરમાં કોઈપણ પ્રકારની ખેડખાંપણ આવતી હોય તે કરવા યોગ્ય નથી.