________________
દશને નિરાસ ભાવે એટલે માત્ર કર્મ નિર્જરાના હેતુથી ધર્મ સાધન નિમિત્તે આહાર, પાણી, વસ્ત્ર, ઔષધ, ઉપકરણ આદિ મેળવી આપવાને વિવિધ પ્રકારે સેવા શુશ્રુષા કરવી તેને વૈયાવૃત્ય કહેવાય છે. અહીં કોઈને એ પ્રશ્ન થાય કે આ બધી ક્રિયાઓ શરીર વડે થાય છે, એટલે તેને સમાવેશ શારિરીક તિતિક્ષામાં થઈ શકે, પણ માનસિક તિતિક્ષામાં કેવી રીતે થાય ? તેને ઉત્તર એ છે કે આ બધી ક્રિયાઓ શરીર વડે થાય છે. એ વાત સાચી પણ તે મનમાં ઈચછા ઉદ્ભવ્યા વિના થતી નથી, અને સામાન્ય રીતે ઈચ્છા ત્યારે જ ઉભ છે કે જ્યારે તેની પાછળ કેઈપણ આશંકા કે કામના હોય છે. આવી આશંકા કે કામનાને દબાવી દઈ માત્ર કર્મનિજેરાના હેતુથી શારીરિક પ્રવૃત્તિ કરવી એ સહેલું નથી. તેમાં ભારે માનસિક તિતિક્ષાની જરૂર પડે છે.
વળી સેવા શુશ્રષા કરતી વખતે કોઈ કડવા વચને કહે કે ઉટાંગ–પટાંગ બોલે, કોઈ આશ કરે કે ઉતારી પાડે તે બધું સમભાવે સહી લેવાની શકિત હોય તે જ વિયાય થઈ શકે છે. તેથી વૈયાવૃત્યનો સમાવેશ માનસિક તિતિક્ષા માં કર્યો છે.
ગૃહસ્થાને માટે દીન અતિથિ અને ગુરૂજનોની સેવા તથા સંઘ અને સાધર્મિકની ભકિત એ વૈયાવૃત્ય છે.
નિરંકુશ રાક્ષસની પેઠે જ્યાં ત્યાં ભટકી રહેલ મનને અન્ય સર્વ વિષયમાંથી વારીને જ્ઞાનાર્જનમાં જોડવું, અને પર્યાપ્ત સમય સુધી વાચન, પૃચ્છા, પરાવર્તન, અનુપ્રેક્ષા તથા ધર્મકથા રૂ૫ પાંચ પ્રકારના સ્વાધ્યાયનો આશ્રય લે તે માનસિક તિતિક્ષા વિના સંભવી શકતું નથી, તેથી સ્વાધ્યાયને સમાવેશ પણ માનસિક તિતિક્ષામાં જ કર્યો છે.
થાન તે સ્પષ્ટ રીતે મનનું દમન કરવાની જ ક્રિયા છે અને વ્યુત્સર્ગ પણ વિવિધ પ્રકારની ઈચ્છાઓને માર્યા વિના સિદ્ધ થઈ