________________
૯૦
-
કર્મનો ઉદય પ્રબળ હોય તો તેમાં વૃદ્ધિ પણ થાય છે આ આહાર સંજ્ઞાને સંતોષવા માટે મનુષ્યો નિત્ય નવી નવી વસ્તુઓ પર નજર દેડાવે છે, અને તેમાં તે પ્રાપ્ત થાય ત્યારે જ સંતોષ પામે છે. તેથી આહારને ત્યાગ કરે, એ બહુ મોટી શારિરીક તિતિક્ષા છે.
ઘણા માણસો આહારનો ત્યાગ કરી શકે છે. પણ ભાણે બેઠા પછી તેના પર સંયમ રાખી શકતા નથી, તાત્પર્ય કે તેઓ પેટ તણાય ત્યાં સુધી ખાય છે, અને ત્યારે જ તૃપ્તિ અનુભવે છે. તેથી બીજી તિતિક્ષા તરીકે ઊનોદરિકાને નિર્દેશ કરવામાં આવ્યો છે.
કેટલાક જમતી વખતે પેટને ડું ઉણું રાખી શકે છે, પણ થોડી વસ્તુઓથી સંતોષ પામતા નથી. તેઓ ડી ડી પણ અનેક જાતની વસ્તુઓ વાપરે છે, ત્યારે જ તૃપ્તિ અનુભવે છે. તેથી ત્રીજી તિતિક્ષા તરીકે વૃત્તિક્ષેપને સ્થાન આપવામાં આવ્યું છે.
કેટલાક જમવા બેઠા પછી થોડી વસ્તુઓથી ચલાવી લે છે. પણ જે વસ્તુઓ વાપરે તે રસવાળી હવાનો આગ્રહ રાખે છે. તેથી રસત્યાગને ચોથી તિતિક્ષા ગણવામાં આવી છે.
કેટલાક મનુષ્ય આહારની બાબતમાં ઘણું સંયમી રહી શકે છે, પણ બીજું કષ્ટ સહન કરી શકતા નથી. જેમકે ટાઢ સહન કરવી, તાપ સહન કરે, ડાંસ મચ્છરનો ઉપદ્રવ સહન કર, ઉઘાડા પગે ચાલવું, માથું ઉઘાડું રાખવું. કેશનો લોચ કર વગેરે. તેથી કાયકલેશને પાંચમી તિતિક્ષા માની છે.
કેટલાક મનુષ્યો આ બધું કરી શકે છે પણ નવરા બેસી શકતા નથી, તેઓ અહીં તહીં ફર્યા કરે છે. કે કોઈને કઈ રીતે હાથ પગ હલાવતા જ રહે છે. તેથી સલીનતા (ગોપાંગને સંકેચીને રહેવું કે એક આસન જમાવવું)ને છઠ્ઠી તિતિક્ષા માની છે.
માનસિક તિતિક્ષા કઈ રીતે કરવી? તેના ઉત્તરમાં પણ જેને મહર્ષિઓએ છ વસ્તુઓ આગળ ધરી છે, ૧, પ્રાયશ્ચિત, ૨. વિનય, ૩, વૈયાવૃત્ય, ૪. સ્વાધ્યાય, ૫, ધ્યાન અને ૬. ઉત્સર્ગ.