________________
૧
આત્મનિરીક્ષણ કરી ભૂલો શેાધવી તેને આલેચના હેવાય છે. તે ભૂલા માટે દિલગીર થવું તેને નિ ંદા કહે છે. તે ભૂલોનુ ગુરૂ આગળ પ્રકાશન કરવું તે ગર્હા કહેવાય છે. અને ગુરૂ તે માટે દંડ આપે. તેને સદ્ભાવથી સ્વીકાર કરીને ચારિત્રને પુનઃ નિર્મૂળ કરવું તે પ્રાયશ્રિત કહેવાય છે. આ બધી ક્રિયા વાસ્તવિક રીતે પ્રાયશ્રિતને જ એક ભાગ છે. અને તે મનને માર્યા વિના સિદ્ધ થતા નથી, તેથી પ્રાયશ્રિતને માનસિક તિતિક્ષા માનવામાં
આવી છે
જે ભૂલ, સ્ખલના, દેષ કે પાપની આલેચના, નિંદા, ગર્હ અને પ્રાયશ્ચિત વડે કરવામાં આવી નથી. તેને જૈન મહર્ષિએ શલ્ય કહે છે. અને એવા શસ્યસહિત આત્મા લાખો વર્ષો સુધી ઉગ્ર અને Àાર તપ કરે તે પણ તે નિષ્ફળ જાય છે, એમ જણાવે છે. આ પરથી પ્રાયશ્રિતની મહત્તાના ખ્યાલ આવી શકશે.
અહીં વિનય શબ્દથી ગુરુ શ્રુષા અને મેાક્ષનાં સાધને પ્રત્યે ને આંતરિક પ્રેમ અભિપ્રેત છે. ગુરુ ગમે તેવાં કડવાં વચને કહે છતાં, તેમના પ્રત્યે શ્રદ્દાન્વિત રહેવું અને વિવિધ ઉપચારાથી તેમની સેવા કર્યા કરવી, તથા મેાક્ષની સાધનામાં ગમે તેવા અતરાયે આવે તેા પણ તેના વિષેના સદ્ભાવ છેડવા નહિ, કે તેના માટેના પુરુષામાં એટ આવવા દેવી નહિ, તે એક પ્રકારની માનસિક તિતિક્ષા વિના પ્રેમ સંભવી શકે ? એટલે વિનયની ગણના માનસિક તિતિક્ષામાં કરેલી છે.
આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન એટલે માંદા કે 1 અશકત, શૈક્ષ એટલે નવદીક્ષિત હોઇ શિક્ષા પામી રહેલા, કુલ એટલે એક આચાર્યને શિષ્ય સમુદાય, ગણુ એટલે જુદા જુદા આચાર્યંના સમાન વાચતાવાળા સહાધ્યાયીએ, સ`ધ એટલે શ્રમણ સંધ અને સાર્મિક એટલે સમાન ધર્મ પાળનારા સાધુ આ