________________
૮૯
અહી કાષ્ટને પ્રશ્ન થાય કે શરીર તે! નાશવંત છે, તેથી તેનેા કાઇ ભાગ ખાટા પડી જાય, કે તેમાં ખાડખાંપણ આવે તે શું વાંધા ? એના ઉત્તર એ છે કે શરીર નાશવંત છે. તેથી તેના પર માહ મમતા રાખવાની નથી. પરંતુ તે ધર્મનું સાધન પણ છે. તેથી તેને ઉપયોગ એવી રીતે ન કરવા જોઇએ કે તેથી ધર્મ સાધનમાં અંતરાય ઉભા થાય. હાથ પગ, આંખ કાન વગેરે ઉપયાગી અવયવામાં ખાડ આવતાં ધમ સાધનમાં-ધાર્મિક ક્રિયાઓમાં અતરાય ઉભા થાય છે, અને અહિં સંયમનું પાલન, પણ સુલભ રહેતું નથી. આ કારણે શરીરમાં ખેાડ-ખાંપણ ન આવે તેવું તપ યાગ્ય છે.
માનસિક. વાચિક, તથા કાયિક પ્રવૃત્તિ કરવાની શકિત જાળવી રાખવાના ઉદ્દેશ પણ આવા જ છે જે માનસિક પ્રવૃત્તિ કરવાની શકિત હણાય તે મનુષ્ય મૂઢ જેવા બની જાય, અને સત્યાસત્ય, હિતાહિત ક્રુ પ્રશસ્તાપ્રશસ્તને વિચાર કરી શકે નહિ. વળી તેને કાઇ વસ્તુ બરાબર યાદ રહે નહિ, તેથી સ્વાધ્યાય પણુ અશકત બની જાય. વાચિક્ર પ્રવૃત્તિ કરવાની શકિત હણાય તો ધર્મદેશના દઇ શકે નહિ, તેમજ કાયિક પ્રવૃત્તિ કરવાની શિત હણાય તેા સૂવું એસવું, ઉઠવું, ઉભા થવું, વગેરે તમામ ક્રિયાઓ અટકી પડે, તેથી દેવવંદન, ગુરૂવંદન, પ્રતિક્રમણ પ્રતિલેખના વગેરે કાઈ ક્રિયા થઇ શકે નહિ. તાત્પર્ય કે તપ કરનારે આટલી હુંદે જવાની કાઇ આવશ્યઃતા નથી.
“શારિરીક તિતિક્ષા કઇ રીતે કરવી ? “ એના ઉત્તરમાં જૈન મહિષ એએ છ વસ્તુઓ રજૂ કરી છે; (૧) અનશન, (ર) ઉમેદરિકા. (૩) નૃત્તિસક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાય કલેશ, અને (૬) સલીનતા, તેમાં અનશનને પહેલું મૂકવાનુ કારણ એ છે કે તે સહુથી મોટી શારીરિક તિતિક્ષા છે. આત્માને અનાદિકાલના અભ્યા સથી આહાર સત્તા રહ્યા કરે છે. અને અશાતાવેદનીય તથા મેાહનીય