________________
मृद्धी शय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापराइने । द्राक्षाखण्ड शर्करा वार्धरात्रे,
मुक्तिश्चान्ते शाक्यपुत्रेण हष्टा॥ કમળ શયામાસૂઈ રહેવું, સવારે ઉઠીને દુગ્ધપાન કરવું, મધ્યાહનકાળે ભોજન કરવું. પાછલા પહેરે (મદિરાનું) પાન કરવું, અને અર્ધરાત્રિએ દ્રાક્ષાખંડ તથા સાકરને ઉપયોગ કરવો. આવા પ્રકારના ધર્મથી શાકયપુત્ર એટલે ગૌતમ બુધે મુકિત જોઈ હતી.
તાત્પર્ય કે માનસિક તિતિક્ષા શારીરિક તિતિક્ષાથી યુકત હેવી જોઈએ, અને તે જ તેનું ધાર્યું પરિણામ આવી શકે છે.
“મનુષ્ય માનસિક તિતિક્ષા શા માટે કરવી જોઇએ ? તેને ઉત્તર એ છે કે માનસિક તિતિક્ષા વિના અંતરને મેલ જોવાતો નથી. અને અંતરને મેલ ધવાય નહિ તે શાતિ કે સમતાની પ્રાપ્તિ થતી નથી. તે જ રીતે સમતાના અભાવે વીતરાગતાનાં દર્શન દુર્લભ. બને છે, અને વીતરાગતાનાં દર્શન દુર્લભ બને ત્યાં કોઈ કર્મક્ષયની અવસ્થા સંભવતી નથી.
આ વિવેચન પરથી સ્પષ્ટ સમજાય છે કે જે મનુષ્યને ઉત્કૃષ્ટ આત્મવિકાસ સાધવો છે. તેણે શારીરિક અને માનસિક તિતિક્ષા રૂપ તપને આશ્રય અવશ્ય લેવો જોઇએ. “ તપ કેટલી હદે કરવું ? “એના ઉત્તરમાં જેન મહર્ષિઓએ જણાવ્યું
सो अ तवो कायवा, जेण मणोऽमंगुल नबितेह। जेण न इंदियहाणी जेण जोमा न हायति ॥
મુમુક્ષ આત્માએ તેવુંજ તપ કરવું કે જેનાથી મન અમંગલનું ચિંતન કરે નહિ, અર્થાત્ આર્તધ્યાન કે રૌદ્ધ ધ્યાનમાં ચડી