________________
થતાં એક વર્ષ સુધી દાન દે છે. પછી પંચ મહાવ્રત રૂ૫ ઉત્તમ શીલને ધારણ કરે છે. અને ત્યારપછી જ તપ, તપ, તપશ્ચર્યા કે તપશ્ચરણનો આશ્રય લે છે. એનું જે ફળ આવે છે, તે સર્વવિદિત છે.'
તપ કોને કહેવાય ? એ પ્રશ્ન પણ ઉત્તર માગે છે. કેટલાક અરણ્યના એકાંત વાસને તપ સમજે છે, પણ રેઝ વગેરે અરણ્યના એકાંત ભાગમાં જ્યાં વસતા નથી ? કેટલાક ફળ ફૂલનાં ભક્ષણથી ગુજારો કરે તેને તપ સમજે છે, પણ વાનર વગેરે ફળ કુલનાં ભક્ષણ પર ક્યાં ગુજારો કરતા નથી ? કેટલાક આતાપનાને જ તપ સમજે છે. પણ વૃક્ષ વગેરે તાપ સહેવામાં શું બાકી રાખે છે ? કેટલાક વૃક્ષની ડાળે ઊંધા માથે લટકવું તેને તપ સમજે છે. પણ ચામાચિડિયા તથા વાગોળ એ રીતે વૃક્ષની ડાળે ઊંધા માથે
ક્યાં લટકતા નથી ? તાત્પર્ય કે માત્ર શારિરીક તિતિક્ષા એ અજ્ઞાન દષ્ટિ છે, અને તપની સંજ્ઞા પામતી નથી. તેમાં સમજણ તથા માનસિક તિતિક્ષાનું તત્વ ભળે તો જ તે તપનું નામ ધારણ કરે છે. કે જેની અહીં આટલી પ્રશંસા થયેલી છે. આને સ્પષ્ટાર્થ એ છે કે “સમજણ પૂર્વક શારિરીક અને માનસિક તિતિક્ષા કરવી તેને તપ કહેવાય છે.'
મનુષ્ય શારિરીક તિતિક્ષા શા માટે કરવી? –
એને ઉત્તર એ છે કે શારિરીક તિતિક્ષા કર્યા વિના તેફાની ઘોડા જેવી ઇન્દ્રિઓ શાંત થતી નથી કે શરીરને મદ ગળતે નથી નથી. અગ્નિ જેમ લાકડાં નાખવાથી તે વિશેષ પ્રજ્વલિત બને છે, તેમ શરીરનું વિવિધ રસ વડે વારંવાર પોષણ કરવાથી તે વિશેષ ઉન્મત બને છે. અને શીલ કે સંયમની આરાધના કરવાને યોગ્ય રહેતું નથી. નિત્ય માલ મલીદા વાપરનારા કે દૂધ ઘીનું સારી રીતે સેવન કરનારા બ્રહ્મચર્ય પાળી શકતા નથી એ આપણે રિજી દે અનુભવ છે.