________________
છે? શ્રી. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે જે
હા રાજ -ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે, અને તે અહિંસા, સંયમ અને તપ રૂપ છે. આ પ્રશ્નનું સમાધાન એ છે કે જૈન ધર્મમાં તપના મહત્વ માટે બે મત છે જ નહિ, પણ તપ અહિંસા અને સંયમ પૂર્વક જ આચરી શકાય છે. તેથી તેનો નિર્દેશ અહિંસા અને સંયમ પછી કરવામાં આવ્યો છે. કેટલાક તપ નિમિતે પૃથ્વીમાં ખાડે છેદીને તેમાં ગળા સુધી દટાય છે. પણ તેમ કરતાં પૃથ્વીકાયના જીવોની હિંસા થાય છે. કેટલાક તપ નિમિતે કઈ તળાવ કે સરોવરમાં જઇને ગળાબૂડ પાણીમાં ઊભા રહે છે, પણ તેમ કરતાં અપકાયના જીવોની હિંસા થાય છે, કેટલાક તપ નિમિતે પંચાગ્નિની આતાપના લે છે, પણ તેમ કરતાં તેજ સ્કાયના જીવોની હિંસા થાય છે. કેટલાક તપ નિમિતે ફળ ફૂલ કે કંદમૂળનું ભક્ષણ કરે છે. પણ તેમ કરતાં વનસ્પતિકાયના જીવોની હિંસા થાય છે. આવી હિંસાવાળી ક્રિયાઓને જૈન મહર્ષિઓ તપ માનતા નથી. તે જ રીતે જ્યાં ઈદ્વિઓને જય નથી એટલે સુંવાળાં શયન આસનનો ઉપયોગ કરવામાં આવે છે, તેલ, સેન્ટ અને પાવડરની સુગંધ માલવામાં આવે છે. મનોહર રૂપને ઉપભોગ કરવામાં આવે છે. અને સુંદર શબદ ગે કે મનોહર સ્વર લહરિએ પ્રત્યે આકર્ષણ દર્શાવવામાં આવે છે, ત્યાં પણ જૈન મહર્ષિએ તપ માનતા નથી.
અહીં એમ કહેવામાં આવે છે કે “અહિંસા સંયમ સાથે તપને સંબંધ સમજી શકાય છે પણ તેને દાન અને શીલ પછી મૂકવાનું કારણ શું ? તે એનો ઉત્તર એ છે કે ‘દાન અને શીલ એ તપની પૂર્વ ભૂમિકાઓ છે, જેમ ખેતરને ખેડયા પછી તેમાં બીજ નાખ્યું હોય તે સારી રીતે ઉગે છે, તેમ દાન ધર્મ અને શીલ ધર્મને અનુસર્યા પછી તપોધર્મને અનુસરવામાં આવે તે તે વિશેષ ફળદાયી થાય છે. દરેક તીર્થકર મહાભિનિષ્ક્રમણને સમય