________________
૫
દીધેલાં હોય છે, તેમાં તે જઈ પડે છે. પછી તેને ભૂખનું દુઃખ સહેવું પડે છે. વાંસ વગેરેના ઘોદા ખાવા પડે છે, લેખંડની મજબુત સાંકળોથી બંધાવું પડે છે. અને બાકીનું તમામ જીવન ગુલામીમાં વ્યતીત કરવું પડે છે.
મસ્ય રસ સુખનો લાલચુ છે, એટલે આટાની ગોળી કે માંસને ટૂકડે જોતાં જ તેને ઝડપી લેવાને આગળ વધે છે, પણ તેની પાછળ શું છે? તેને વિચાર કરતો નથી. પરિણામે તેના ગળામાં ગલને કાટ ભોંકાય છે. અને તે પોતાના પ્રાણ ગુમાવે છે. આ ભ્રમર ગંધનો લાલચુ છે, એટલે સુગંધી કમળમાં પડયે રહે છે, પણ સમય થતાં. સંયોગને કંઈ વિચાર કરતું નથી. સાયંકાળ થતાં કમળ બીડાઈ જાય છે. અને પિતે અંદર પૂરાઈ જાય છે.
ત્યારે હમણાં બહાર નીકળું છું, હમણું બહાર નીકળું છું. એવા વિચાર કરે છે, પણ તેને અમલ કરી શકતો નથી. એવામાં સવાર પડે છે, અને પાણી પીવા આવેલા હાથીઓ કમળને ઉંચકીને મુખમાં મુકી દે છે. એટલે તેના રામ રમી જાય છે.
• પતંગ રૂપને લાલચુ હોય છે, એટલે દીવાનું રૂપ જોતાં જ ઘેલો બને છે, અને આગળ પાછળ કંઈપણ વિચાર કર્યા વિના સીધો તેમાં ઝંપલાવે છે. પરિણામે તે ક્ષણમાત્રમાં બળીને ખાખ થઈ જાય છે, | સર્પ શબ્દને લાલચુ હોય છે. એટલે મોરલીને નાદ સાંભળે ત્યાં ડોલવા માંડે છે. અને બીજું બધું ભૂલી જાય છે. પરિણામે તેને મદારીના કરંડિયામાં પૂરાવું પડે છે. અને વિવિધ પ્રકારની યાતનાઓ ભોગવવી પડે છે.
આપણું રેજના અનુભવમાં પણું શું જોઈએ છીએ ? કામીઓના હાલ કરૂણ થાય છે. ભોગીઓ અનેક ગના ભોગ થઈ પડે છે, અને છેલબટાઉની માફક - જીવન ગુજારનારાઓને આખરે