________________
આચાર્યું તેને કહ્યું કે હે મહાનુભાવ! તારી શરતને આધીન રહીને અમે હજી સુધી ઉપદેશ આપ્યું નથી. પણ હવે એ શરત પૂરી થાય છે. એટલે તને જણાવીએ છીએ કે તું કંઈપણ નિયમ લે. - વંકચૂલે તેને સ્વીકાર કરતાં આચાર્યે તેને ચાર નિયમો આપ્યાઃ (૧) અજાણ્યું ફળ ખાવું નહિ. (૨) શસ્ત્ર પ્રહાર કરતાં પહેલાં સાત ડગલાં પાછળ હઠવું. (૩) રાજરાણીને સંગ કરે નહિ, અને (૪) કાગડાનું માંસ વાપરવું નહિ.
આ નિયમે દેખીતા સહેલા હતા, છતાં તેના પાલનમ વંકચુલની બરાબર કસોટી થઇ. એકવાર ચોરી કરીને પોતાના સાથીઓ સાથે પાછો ફરતો હતો, ત્યારે જંગલમાં ભૂલે પડયો, અને ત્રણ દિવસના કડાકા થયા. ચોથા દિવસે તેના સાથીઓ કેટલાંક સુંદર ફળો લઈ આવ્યા. પણ તે અજાણ્યા લેવાથી વંકચલે તેનું ભક્ષણ કર્યું નહિ. એ ફળો સાથીઓએ ખાધાં એટણે
ડી જ વારમાં તેમનું મરણ નીપજ્યું, કારણ કે તે કિં પાક વૃક્ષનાં ફળો હતાં. આ પ્રસંગે વંકચૂલે વિચાર કર્યો કે જે મારે અજાણ્યાં ફળોને ખાવાને નિયમ ન હોત તે હું પણ મૃત્યુ પામત. માટે નિયમ લીધો તે સારું કર્યું.
એકવાર તે બહાર ગામ ગયું હતું. ત્યારે તેના ઘેરી રાજાના ગામમાંથી કેટલાક નાટકિયા તેના ગામમાં આવ્યા, અને નાટક કરવા લાગ્યા. તે વખતે તેની ગેરહાજરી ન જણાય તે માટે તેની બહેને તેને પોષાક પહેર્યો, અને નાટક જોતાં મોડીરાત થઈ એટલે તે એમને એમ પોતાની ભાભી સાથે સૂઈ રહી. હવે તે જ દિવસે વંકચૂલ બહારગામથી આવ્યો, અને પિતાના વાસભુવનમાં દાખલ થયો. ત્યારે પોતાની પત્નીને એક પુરૂષ સાથે સૂતેલી જોઈને ક્રોધથી ધમધમી ઉઠે અને તેને મારવા માટે મ્યાનમાંથી તલવાર ખેંચી. પણ તે જ વખતે તેને નિયમ યાદ આવ્યું, એટલે તે સાત ડગલાં