________________
પાછા હટ, અને તેમ કરતાં તેની તલવાર ભીંત સાથે અફળાઈને નીચે પડી. એ અવાજથી બહેન જાગી ઉઠી. અને “ખમ્મા મારા વીરને” એમ બોલીને ઉભી રહી. પછી તેણે બધી વાત કરતાં સાચી હકીકત સમજવામાં આવી, ત્યારે વંકચૂલને લાગ્યું કે આ વખતે પણ નિયમે મને બચાવી લીધો. નહિ તો મારા હાથે સગી બહેનનું ખૂન થાત. અને મારા પશ્ચાત્તાપનો પાર રહેત નહિ.
એક વાર વંકચૂલ ચોરી કરવા નિમિત્તે રાજાના મહેલમાં દાખલ થયો, ત્યાં તેનો હાથ રાણુના શરીરને અડી ગયો, એટલે તે જાગી ઉઠી એકાંત જોઈને ભોગની પ્રાર્થના કરવા લાગી, પણ વંકચૂલ પોતાના નિયમમાં મકકમ હતું, એટલે તેણે કહ્યું કે 'તું તે મારી માતા સમાન છે.” રાણીને આ જવાબ ગમે નહિ, એટલે તેણે પિકાર કર્યો, કે પકડો ! પકડો ! આ ચારને, તેણે મારી છેડતી કરી છે.” અને રાજસેવકેએ આવીને તેને પકડી લીધે. બીજા દિવસે તેને રાજા સમક્ષ રજૂ કરવામાં આવ્યો, ત્યારે વંકચૂલને લાગ્યું આજે તે મને શૂળીની શિક્ષા જરૂર થશે, કારણ કે ચોરી નિમિતે રાજમહેલમાં દાખલ થવું એ ભયંકર ગુનો છે, અને તેમાં પણ રાજરાણીની છેડતીનો આરોપ છે, એટલે બચવાને કોઈ રસ્તો નથી. પણ વંકચૂલે જ્યારે રાજમહેલની ભીંત ફાડીને તેમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે તેના ખખડાટથી રાજા જાગી ઉઠયો. હતો, અને તેણે ભીંતના આંતરે રહીને સર્વ દશ્ય નજરે જોયું હતું. એટલે તેને નિર્દોષ ઠરાવીને છોડી મૂકો, એટલું જ નહિ પણ રાત્રિને સમય, પૂરી એકાંત અને સામે રૂ૫ લાવણ્યથી ભરપૂર રાજરાણી છતાં તેણે મન ચલાવ્યું નહિ, એટલે તેની કદર કરી તેને પોતાને એક સામંત બનાવ્યો.
તે દિવસથી વંકચૂલે ચોરીને ધંધે છોડી દીધો. અને નગરમાં વસવાનું શરૂ કર્યું. ત્યાં એકવાર તેને પેટપીડા ઉપડી