________________
પી
I
!
વાવ, કૂવા, તળાવ કે સરોવરમાં ઉતરતા નથી, તેમાં રહેલાં પાણીને ડહેનત નથી કે તેનો સ્પર્શ સુદ્ધાં કરતા નથી. વળી ઘડા, મટકા કે ગેળા વગેરેમાં રહેલા કાચા પાણીને પણ અડતા નથી કે તેને ઉપયોગ કરતા નથી. અહીં એ સમજવું જરૂરનું છે કે જે પાણી અગ્નિ વગેરે શસ્ત્ર પ્રયોગથી અચિત એટલે ચૈતન્ય રહિત ન થયું હોય તેને કાચું પાણી કહેવામાં આવે છે. અને જે પાણી ચૈતન્ય રહિત થયું હોય તેને પાછું પાણી કહેવામાં આવે છે. સાધુઓ પિતાનો જીવન નિર્વાહ કરવા માટે આવું પાકું પાણું ગૃહસ્થના ઘરમાંથી વહોરી લાવે છે અને તેનો ઉપયોગ કરે છે. વિહારમાં આવા પાણીને એકાદ ઘડે પિતાની પાસે રાખે છે, પણ એ પાણી ખૂટી જાય તો કાચા પાણીનો ઉપયોગ ન કરતાં તૃષાપરિષહને સમભાવે વેઠી લે છે અને એમ કરતાં કદાચ પ્રાણની આહૂતિ આપવી પડે તે જરાયે વિષાદ વિના આપી દે છે. આધુનિક જમાનામાં પણ આવા બના બનેલા છે. અગ્નિકાયમાં જીવ હોવાથી ચૂલો સળગાવતા નથી. ચકમક વાપરતા નથી કે દીવાસળી વગેરેને ઉપયોગ કરતા નથી. વાયુકાયમાં જીવ હોવાથી વીંઝણ કે પંખા વડે પવન ખાતા નથી. વનસ્પતિમાં જીવ હોવાથી કોઈપણ જાતની લીલેતરીને અડતા નથી કે તેને ઉપયોગ કરતા નથી. અહીં લીલોતરી શબ્દથી વૃક્ષ, લત્તા, કપ, કે વિપટના મૂળ, છાલ, શાખા. પત્ર, પુષ્પ, કૂલ, બીજ, વગેરે ભાગો સમજવાના છે. વળી રાત્રિભોજન કરતા નથી. પશુઓને દુઃખ થાય તે માટે હાથી ઘડા વગેરે પર સવારી કરતા નથી. તેમજ બળદ વગેરે પશુઓ કે મનુષ્યો દ્વારા ખેંચાતા વાહનોને ઉપયોગ કરતા નથી. પણ જ્યાં જવું હોય ત્યાં ચાલીને જ જાય છે. વળી પક્ષીઓને પાંજરામાં પૂરતાં તેમની સ્વતંત્રતાને લેપ થાય છે, અને તેમને દુઃખ ઉપજે છે, એટલે પક્ષીઓને પાળતા નથી.
આ ઉપરાંત અહિંસા ધર્મનું પાલન કરવા માટે તેઓ નીચું