________________
દાતાઓ ઘણું છે, પણ પ્રાણીઓને અભયદાન કરનારા દાતાર તે કાઈક જ છે.'
મોટાં મોટાં દાનેનું ફળ કાલે કરીને ક્ષય પામે છે, પણ ભયભીત પ્રાણુઓને આપેલા અભયનું ફળ ક્ષય પામતું નથી.'
સર્વ વેદનું અધ્યયન કરે, સર્વ યોનું અનુષ્ઠાન કરે કે સર્વ તીર્થોને અભિષેક કરે પણ તે કોઇનું ફળ પ્રાણદયા એટલે અભયદાન જેટલું નથી.
અભયદાન અને અહિંસા એકજ છે, એ વાતનો ઉલ્લેખ ઉપર થઈ ગયા છે. અને ગત પ્રકરણમાં અહિંસાને વિચાર વિસ્તા રથી કરવામાં આવ્યો છે. એટલે અહીં તેનું વિશેષ વિવેચન આવસ્યક નથી. (૨) શાનદાન
જ્ઞાન શબ્દનો સામાન્ય અર્થ જાણવું થાય છે, પણ શાસ્ત્રકારે તેને વિશેષ પ્રયોગ આત્માને જાણવાના અર્થમાં તત્ત્વને જાણવાના અર્થમાં કે મેક્ષમાર્ગને જાણવાના અર્થમાં કરે છે. જ્યાં જ્ઞાનને પાપ કાર્યોમાંથી નિવૃત્તિ કુશળ પક્ષમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિ કરાવનાર માન્યું છે. ત્યાં તેને આજ અર્થમાં પ્રવેગ થયેલ છે. જે જ્ઞાનના વ્યવહારિક અને પારમાર્થિક એવા બે ભેદે કરીએ તે આ જ્ઞાનને સમાવેશ પારમાર્થિકમાં થાય. પારમાર્થિક જ્ઞાન અન્યને આપવું તે જ્ઞાનદાન કહેવાય છે.
પારમાર્થિક જ્ઞાન કેણ આપી શકે ? એ પ્રશ્નનો ઉત્તર જેન મહર્ષિઓએ નીચે પ્રમાણે આપ્યો છે.
सविग्गो गीयत्थो, मज्झत्था देसकालभावण्णू !
नाणस्स हाइ दाया, जो सुद्धपरुवओ साहू ॥ જે સાધુ પુરુષ સંવિગ્ન એટલે સંસારના સ્વરૂપથી વૈરાગ્ય