________________
પડે તેની તકેદારી રાખવી. વળી સહાય કરતી વખતે તેના તરફ વિમુખતા એટલે બેદરકારી કે તિરસ્કાર દર્શાવવો નહિ. જેમ કે ‘તમે તે ભારે લપી છો.” તમારૂ ખીંજણ સાંભળ્યું, હવે વધારે માથાકુટ કરશો નહિ વગેરે. સહાય લેવા આવનારને કડવાં વચનો સંભળાવવાં નહિ. તેમજ દાન દીધા પછી મેં આ દાન શા માટે દીધું ?' ટી શરમમાં તણાઈ ગયો ! “આ દાન ન દીધું હેત તે સારૂં ' એમ બોલીને પશ્ચાતાપ કરે નહિ. આ પાંચે બાબતોથી દાનની મજા મારી જાય છે. અથવા તે દીધું તે ન દીધા જેવું જ થાય છે.'
અહીં બીજી પણ ત્રણ વસ્તુઓ ધ્યાનમાં રાખવા જેવી છે. તેમાંથી પ્રથમ વસ્તુ એ કે દાન બને તેટલું ગુપ્ત રીતે આપવું. અનુભવીએ તો ત્યાં સુધી કહે છે કે જમણે હાથે આપેલાની ડાબા હાથને ખબર પડવી ન જોઈએ. અને તેથી જ એવા દાખલાઓ જોવા મળે છે કે જેમાં લાડુની અંદર સેના મહોરો ઘાલીને વહેંચવામાં આવી હોય કે કોઇના ઘરમાં રાતોરાત વંડીએથી અનાજની ગુણઓ કે કપડાના તાકા ફેંકવામાં આવ્યા હોય. કીત - દાન એટલે જાહેરાત કરીને દાન દેવાની રિતીને શાસ્ત્રકારોએ સહથી કનિષ્ટ માની છે. કારણ કે તેથી કીતિની કામના પિષાય છે, મૂળ ઉદ્દેશ ગૌણ બની જાય છે અને એવું દાન સ્વીકારનારની પણ કંઈ લધુતા થાય છે.
બીજી વસ્તુ એ કે દાન આપીને સાટું કરવું નહિ, જેમ કે અમે તમને અમુક રકમનું દાન આપીએ તેના બદલામાં અમારૂં નામ રાખવું પડશે, અમારા માણસોને પહેલી પસંદગી આપવી પડશે, વગેરે વગેરે. આ રીતે સારું કરવાથી દાન એક વ્યાપારી સોદો બની જાય છે. અને તેથી બધી શોભા ચાલી જાય છે.
ત્રીજી વસ્તુ એ કે ન્યાયપાર્જિત શુદ્ધ દ્રવ્ય વડે દાન આપ