________________
મદદ કરી હતી. તથા વાવ, કૂવા અને તળાવે પણ બેસુમાર બંધાવ્યાં હતાં. સંવત તેરસે પંદર, સોળ અને સત્તરની સાલમાં ભારત વર્ષના અનેક ભાગમાં ભયંકર દુકાળ પડે, અને માણસે ટપોટપ મરવા લાગ્યા, ત્યારે જૈન શ્રીમત જગડુશાહે પિતાના ધાન્ય ભંડાર સર્વ લોકોને માટે ખુલ્લા મુકી દીધા હતા. તેજ રીતે મહમ્મદ બેગડાના સમયે ગુજરાતમાં ભારે દુકાળ પડે ત્યારે . હડાલા ગામના ખેમા શેઠ બાર માસ ચાલે તેટલું અનાજ ખરીદવાને એક કલમે પૈસા લાવ્યા હતા. અને શાહ નામ સાર્થક કર્યું હતું. આવા આવા તો અનેક દષ્ટાંત ઇતિહાસના પાને નોંધાયેલા છે.
દાન કેવી રીતે દેવું? તે પણ જાણવાની જરૂર છે. તે અંગે શાસ્ત્રકારોએ કહ્યું છે કે
अनादरो विलम्बश्च वैमुख्य विप्रियं वचः। पश्चात्तापश्च पञ्चामी, सद्दान दूषयन्त्यलम् ॥
અનાદર, વિલમ્બ, વૈમુખ્ય કડવા વચન અને પશ્ચાત્તાપ ગમે તેવા સારા દાનને પણ અત્યંત દૂષિત કરે છે.
આ શબ્દોનું તાત્પર્ય એ છે કે કેઈ સંયોગવશાતઃ આપણું પાસે કંઈ પણ સહાય લેવા આવ્યો તે પ્રથમ “આવો” “પધારે” બેસો” એવા શબ્દો બોલીને તેને આદર કરવો પણ ક્યાંથી આવ્યા?” અત્યારે કેમ આવ્યા?” “અમે શું બધે વખત નવરાજ બેઠા છીએ આમ એકાએક ટપકી પડે છે ? વગેરે વચને બેલોને તેનો અનાદર કરવો નહિ. વળી જે સહાય કરવી હોય તે તરત જ કરવી. પણ બે દિવસ પછી મળજે અઠવાડીયે આવજે, “આજ તે મને સમય નથી તે ફરી આવજે” એમ કહીને તેને ધક્કા ખવડાવવા નહિ. જે સંયોગવશાત્ તેને વાયદે આપ જ પડે તેમ હોય તે સાચે વાયદો આપો. અથવા તેને ઓછામાં ઓછી ધક્કા