________________
વાની ભાવના રાખવી. જે દ્રવ્ય અનીતિથી કમાયેલું હશે તો લેનારની બુદ્ધિ બગડશે અને તેથી સાચો અનુગ્રહ થરો નહિ. એરણની ચોરી કરવી અને સાયનું દાન દેવું એ વાસ્તવિક રીતે દાન નથી. ન્યાયથી ચાલવું, ન્યાયથી દ્રવ્ય મેળવવું, અને તેને અનુગ્રહ બુદ્ધિથી અન્યને વિનીગ કરવો તે જ સાચું દાન છે. દાનનાં પાંચ ભૂષણે નીચે મુજબ મનાયેલાં છે – आनन्दाश्रूणि रोमाञ्चो बहुमान प्रियंवचः।
किश्वानुमोदना पात्रदानभूषणपञ्चकम् ॥ આનંદનાં આંસુ આવવા, રોમાંચ થ, બહુમાન, પ્રિયવચન અને અનુમોદના એ સુપાત્રદાનનાં પાંચ ભૂષણે છે.