________________
પ્રકરણ પાંચમું
શીલ
જૈન મહષિઓએ દયા–દાનને જેટલું મહત્વ આપ્યું છે, તેટલું જ મહત્વ શીલને પણ આપ્યું છે. તેઓ કહે છે કે
जे केइ कम्ममुक्का सिध्धा सिज्झिहिन्ति तहा। सम्बेसि तेसि बल विसालसिलस्स दुल्ललिअं॥
જે કઈ કર્મથી મુકત થઈને સિદ્ધ થયા, સિદ્ધ થાય છે, અને સિદ્ધ થશે તે સર્વનું બળ વિશાળ શીલ વિલાસ જાણવો. તાત્પર્ય કે શીલનું સંપૂર્ણ સેવન કર્યા સિવાય કોઈને મુકિત મળી નથી, મળતી નથી અને મળવાની પણ નથી.
વિશેષમાં તેઓ જણાવે છે કે નિધાનને બેદતાં ધનની પ્રાપ્તિ થાય છે, તેમ શીલને સેવતાં ધર્મની પ્રાપ્તિ થાય છે. જેમ મુશલાદિ શસ્ત્રો વડે ધાન્યનું ખંડન થાય છે તેમ શીલના સેવન વડે સર્વ પ્રકારના પાપ કે દુરાચારનું ખંડન થાય છે. વળી સુવર્ણ અને રત્નજડિત અલંકારે વડે દેહની શોભા વધે છે, તેમ શીલના સેવન વડે ચારિત્રની શોભા વધે છે.'
“શીલવંત સહુને પ્રિય થાય છે. જ્યારે શીલ રહિત પિતાને મિત્ર હેય, પિતા હોય, પિતામહ હોય અથવા પુત્ર હોય તો પણ પ્રિય થતો નથી. એટલે આ જગતમાં શીલ એજ મેટું વશીકરણ છે.”
શીલ શબ્દ જુદા જુદા અનેક અર્થોમાં વપરાય છે, પણ