________________
शान क्रिया च द्वयमस्ति यत्र,
तत् कीर्तित केवलिभिः सुपात्रम्। બધા પ્રયા
, तस्मै प्रदत्त मेक्षिदायि॥ જેમાં (છવાછવાદિ તત્વોનું) જ્ઞાન પણ છે, અને (સંયમ તથા ત૫રૂ૫) ક્રિયા પણ છે. તેને કેવલી ભગવંતોએ સુપાત્ર કહેલા છે. તેમને અત્યંત શ્રદ્ધાપૂર્વક દીધેલું દાન મોક્ષને આપનારું થાય છે.
પરંતુ આ જગતમાં સુપાત્રનો વેગ સહજ નથી. કારણ કે કેઇમાં ક્રિયા હેય છે પણ તત્ત્વદર્શી પણું એટલે જ્ઞાન હેતું નથી. અને કઈમાં જ્ઞાન એટલે તત્ત્વદર્શી પણું હોય છે તે ક્રિયા હતી નથી. એ ઉભયથી યુકત મુનિએ તો બહુ જ થોડા હોય છે.
"સુપાત્રને દાન કેવી રીતે આપવું !' તેના ઉત્તરમાં જૈન મહર્ષિઓએ કહ્યું છે કે “અનુકંપા કરવા યોગ્ય હોય તેમના પર અનુકંપા કરવી પણ સુપાત્રને વિષે તો ભકિત કરવી જ એગ્ય છે. તેથી અન્ય બુદ્ધિ ધારણ કરતાં એટલે તેમને બીચારા–બાપડા માનીને દાન દેતાં તેમની આશાતના થાય છે, અને અતિચારને પ્રસંગ આવી પડે છે.' (૪) અનુકંપાદાન
જે દાનદયા, કારણ કે અનુકંપા બુદ્ધિથી દેવાય તે અનુકંપાદાન કહેવાય. તેમાં પાત્રાપાત્રાની વિચારણા કરવી આવશ્યક
નથી.
ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, અભ્યાગતને ભિક્ષા, બિમારને ઔષધ, અશિક્ષિતને વિદ્યા, સ્થાન રહિતને આશ્રય અને અપંગ અશકત-નિરાધારને દરેક પ્રકારની સહાય કરવી એ અનુકંપાદાનના પ્રકારો છે.