________________
એક પ્રાણીને દુખમાં રખડતું જોઈ આપણા હૃદયમાં અરેરાટી થવી જોઈએ અને તેને કોઈપણ રીતે સહાય કરવાની ભાવના પ્રગ ટવી જોઈએ, એ અનુકંપાદાનનું રહસ્ય છે.
કોઈપણ પ્રાણીને દુખી જોઈ એમ કહેવું કે એનાં કર્યા છે ભોગવશે, એમાં આપણે શું?’ એ તે એક પ્રકારની નિષ્ફરતા થા અને એવી નિષ્ફરતાને જૈન ધર્મમાં મુદ્દલ સ્થાન નથી. આપણું પર દુઃખ આવી પડે તે કર્મને કાયદે વિચારી સમભાવમાં રહેવાનું છે. પણ અન્ય પ્રાણુઓને દુઃખી જે દયાવાન થવાનું છે. અને તેમને જેટલી સહાય થઈ શકતી હોય તે કરીને જ સંતોષ માન વાને છે. અહીં ખાસ વિચારવાનું એ છે કે આપણે કોઈ મેટ મુશીબતમાં ફસાઈ ગયા હોઈએ કે ભારે દુઃખમાં આવી પડયા - હાઈએ અને બધા સગા સંબંધીઓ, મિત્ર, દેતંદારે તથા આવનારા જનારા સહુ એમ જ કહે કે એના કર્યા એ ભગવશે અને કંદ પણ સહાય કર્યા વિના કે આશ્વાસનને એક શબ્દ બેલ્યા વિના ચાલ્યા જાય તે આપણને કેવું લાગે છે? એજ સ્થિતિ બીજાની સમજવી.
શ્રીમાન હરિભદ્રસૂરિએ ધર્મબિંદુમાં ગૃહસ્થ ધર્મનું નિરૂપણ કરતાં જણાવ્યું છે કે દેવધિવીન પ્રતિત્તિર્જિત (૨. ગૃહસ્થ દેવ, અતિથિ (સાધુ) અને દીનજનની સેવા કરવી.
અન્નસત્રો સસ્તી ભજનશાળાઓ, પાણીની પરબ, સદાવ્રત મફત કે સસ્તાં દવાખાનાં, ગરીબોને રાહત આપનારી ઇસ્પિતાલે શાળાઓ, વિદ્યાદાન આપતી સંસ્થાઓ, છાત્રવૃત્તિઓ, ધર્મશાળાઓ અશકતાશ્રય, અકસ્માત કે આફતમાં સપડાઈ ગયેલાઓને તરત મદદ પહોંચાડનારા સેવાશ્રમ વગેરે આ અનુકંપાદાનનાં જ સુફળે છે. અને તેમાં જૈન સમાજ હમેશાં અગ્રણી રહ્યો છે.
વસ્તુપાળ-તેજપાળે ધર્મ કે જ્ઞાતિના ભેદ વિના સહુ કોઈને