________________
અહીં એ સ્પષ્ટતા કરવી ઉચિત ગણાશે કે જ્ઞાનના સદુપયોગ થવા કે દુરુપયેાગ થવા તે વ્યકિત પર આધાર રાખે છે, માટે જ્ઞાનનુ દાન કરતાં પહેલાં વ્યકિતની પૂરેપૂરી તપાસ કરવી જોઇએ, અને તે આપેલા જ્ઞાનને દુરુપયોગ નહિ કરે તેની ખાતરી કરી લેવી જોઇએ.
(૩) ઉપષ્ટ ભદાન : જે વસ્તુ જીવનને ટેકે આપે તેવી હોય તેને ઉપષ્ટ ભ કહેવામાં આવે છે. આહાર, પાણી, વસ્ત્ર, ઔષધ, પીઠ, ફલક, વસતિ વગેરે તે પ્રકારની વસ્તુએ છે. તેનું સુપાત્રને દાન કરવું તે ઉપષ્ટ ભદાન કહેવાય છે. તે માટે જૈન મહિષ એ કહ્યું છે કે. आहारवसहि वत्थाइपहिं नाणीणुवग्गह कुज्जा जं भवगयाण नाणं, देहेण विणा न संभवइ ॥ સુજ્ઞ પુરૂષોએ આહાર, વસતિ, અને વસ્ત્ર વગેરે વડે જ્ઞાની પુરૂષોના ઉપગ્રહ કરવા, કારણ કે સંસારમાં રહેલાં પ્રાણીએનું જ્ઞાન દેહ વિના સંભવતું નથી.
होय पाम्गलमओ, आहाराईहि विरहिओ न भवे । तदभावे य न नाण, नाणेण विणा कओ तित्थ ? ॥
દેહ પુદ્ગલમય છે, તે આહારાદિ વિના ટકી શકતા નથી, અને તેના અભાવે જ્ઞાન પણ સંભવતું નથી. વળી જ્યાં જ્ઞાન ન હોય ત્યાં તીથ' કેવું? તાત્પર્યં કે ધર્મરૂપી તીના આધાર જ્ઞાની મુનિએ છે, અને તેમને ટકવાને આધાર આહારાદિ ઉપષ્ટ ભનુ દાન છે. તેથી તેએ સુપાત્રને ઉપષ્ટ ભદાન કહે છે. તેએ ધર્મતીને ટકાવવાનું મહાપુણ્ય ઉપાર્જન કરે છે.
""
“સુપાત્ર કાને કહેવાય ? ” તેને ઉત્તર આપતાં જૈન શાસ્ત્રાએ જણાવ્યું છે કે