________________
મ
પ્રયાગેથી અનેક પ્રાણીએને બનાવવાને વિધિ આપેલા હતા. એક વખત આ એકાંતમાં પેાતાના શિષ્યાને આ ગ્રંથમાથી મત્સ્યાત્મત્તિને પ્રયાગ સમજાવતા હતા. તે એક માછીમારે ભીંતના આંતરે રહીને સાંભળી લીધા. પછી દુકાળ પડતાં સર્વ જળાશયે સૂકાઇ ગ્યાં, અને માછલાં પકડવાનું મુશ્કેલ બન્યું, ત્યારે તેને પેલા પ્રયાગ યાદ આવ્યા. તેના આધારે તેણે રાજ માછલાં બનાવવા માંડયાં, અને તેના વડે પેાતાનેા તથા કુટુંબીજનેને નિર્વાહ કરવા માંડયા. એમ કરતાં તે આખા દુકાળ પાર કરી ગયા, એટલે એક વખત આચાર્ય પાસે આવીને ખૂબ નમ્રતાથી કહેવા લાગ્યા કે ‘હે બાપજી! તમારા પાડ જેટલા માનુ તેટલા એછે છે. જો આપે શિષ્યાને કહેલા મત્સ્ય પ્રયોગ મેં સાંભળ્યા ન હોત તે। આ ભયંકર દુકાળમાં મા' શું થાત ?'
૧.
આચાર્ય તે આ વચને! સાંભળી આભાજ બની ગયા અને એ વાતને પશ્ચાતાપ કરવા લાગ્યા કે મે આ શું કર્યું ? આ માછીમાર હવે જીંદગીભર માછલાં બનાવ્યા કરશે અને તેના પાપને હું ભાગી થઈશ. માટે એવા કાષ્ટ ઉપાય કરૂં, કે જેથી એ માછલાં બનાવતા અટકી જાય. પછી તેમણે માછીમારને કહ્યું કે હે ભદ્ર ! તે જે પ્રયાગ જાણ્યા છે તે મામુલી છે. તેનાથી બહુ બહુ તે તારી આજીવિકા ચાલે પણ જન્મનું દળદર ફીટે નહિ. માટે એક બીજો પ્રયેગ કહું તે સાંભળ. તેનાથી તું મૂલ્યવાન રત્ના બનાવી શકીશ, અને તેને વેચવાથી માટેા શ્રીમંત બની જશે. પરંતુ આ પ્રયોગ ત્યારે જ સિદ્ધ થાય છે કે જ્યારે જીવન પર્યંત જીવવધ અને માંસ ભક્ષણુને ત્યાગ કરવામાં આવે.
માછીમારે તે વાત તરત જ કબુલ કરી, એટલે આચાયે તેને રત્નત્પત્તિના પ્રયોગ બતાન્યે. તેનાથી પેલે માછીમાર માલેતુજાર બન્યા અને સુખી થયેા. તાત્પર્યં કે હિંસાદિને ઉ-તેજન મળે તેવા જ્ઞાનનું દાન ઈષ્ટ નથી.