________________
પામેલો હોય, ગીતાર્થ એટલે સૂત્ર અને અર્થને બરાબર જાણના હોય, મધ્યસ્થ એટલે રાગ અને દ્વેષની મંદ પરિણતિવાળો હોય, અર્થાત કદાગ્રહી ન હોય, દેશકાલજ્ઞ એટલે જુદા જુદા દેશોના રીત રિવાજ અને જુદા જુદા સમયે કેમ વર્તવું તેનો જાણકાર હોય, શુદ્ધ પ્રસપક એટલે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબની શુદ્ધ ધર્મ, દેશના દેતા હોય તે જ્ઞાનનો-પારમાર્થિક જ્ઞાનનો દાતા થઈ શકે છે.
- પારમાર્થિક જ્ઞાનની પ્રાપ્તિ તેને જ થાય છે કે જે સદ્ગુરૂ સમીપે જઈ તેમને ભકિતભાવથી વંદન કરે છે. અને વિનય તથા બહુમાન પૂર્વક તેમને ઉપદેશ સાંભળે છે. તેમજ વિવિધ પ્રકારે સેવા કરીને તેમની પ્રસન્નતા મેળવે છે.
પારમાર્થિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જૈન મહર્ષિઓએ પાંચ પગથિયાં બતાવ્યાં છે. તે આ પ્રમાણે (૧) વાચના એટલે શાસ્ત્રી પાઠ અને તેના અર્થો ગ્રહણ કરવા. (૨) પૃચ્છના એટલે શાસ્ત્રી પાઠ અને તેના અર્થો પરથી ઉપસ્થિત થતા પ્રશ્નો કરી યોગ્ય સમાધાન મેળવવું. (૩) પરાવર્તન એટલે વાચન અને પૃચ્છના દ્વારા મેળવેલા જ્ઞાનની આવૃત્તિ કરવી. (૪) અનુપ્રેક્ષા એટલે તે સંબંધી ઊંડું ચિંતન કરવું (૫) ધર્મકથા એટલે ગ્ય અધિકારી એને તેને વિનિમય કરે. જ્ઞાન દેતાં જ્ઞાન વધે છે. એ ન્યાયે ધર્મકથાને પણ જ્ઞાન પ્રાપ્તિનું પગથિયું માનવામાં આવ્યું છે.
જે જ્ઞાનથી હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, સંગ્રહવૃત્તિ, વગેરેને ઉત્તેજન મળે તેમ હોય તેનું દાન કરવું ઈષ્ટ નથી. કારણ કે એવું દાન દેનાર અને લેનાર બંને પાપના ભાગી થાય છે. આ વિષયમાં શાસ્ત્રકારોએ મત્પત્તિ પ્રબંધ કહ્યો છે, તેનું અહીં અવતરણ આપવું યોગ્ય લેખાશે.
દેવ નામના આચાર્ય શ્રુતના પારગામી હતા. અને તેથી નિપ્રાકૃત નામને ગ્રંથ સારી રીતે જાણતા હતા કે જેમાં ઔષધિ