________________
(૧) અભ્રયદાન. (૨) જ્ઞાનદાન, (૩) ઉપષ્ટભદાન, અને (૪) અનુકંપાદાન, તે ચારે દાનેને અહીં ક્રમશ: પરિચય કરાવીશું, (૧) અભયદાન
આપણા તરફથી પ્રાણીને મરણને ભય ન ઉપજાવ, તેને અભયદાન કહેવાય. આજ વસ્તુને અન્યત્ર અહિંસા કે જીવદયા કહેવામાં આવી છે. તેની પ્રશંસા કરતાં શાસ્ત્રકારોએ કહ્યું છે કે
આ જગતમાં મેરૂ પર્વત કરતાં મોટું શું છે ? સાગર કરતાં ગંભીર શું છે? આકાશ કરતાં વિશાળ શું છે? અને અહિંસા કે અભયદાન સમાન ધર્મ કયો છે? અર્થાત બીજે કઈ નથી.
કોડે કલ્યાણને જન્મ આપનાર, વિવિધ પ્રકારના દાણું દુઓને નાશ કરનાર અને સંસાર સમુદ્રને તારનાર એક જીવદયા એટલે અભયદાન જ છે.”
વિપુલ રાજ્ય, રેગથી રહિતપણું, સુંદર રૂપ, દીર્ધ આયુષ્ય, અને બીજું પણ કોઈ સુખ એવું નથી કે જે આ જીવદયા કે અભયદાનના પ્રતાપે પામી ન શકાય.'
“જીને અભયદાન દેવાથી અનંત પ્રાણુઓ દેવેન્દ્ર અને ચકવર્તી પણું ભોગવી શિવસુખ પામ્યા.
જન મહર્ષિઓના આ વિચારને પડશે અન્યત્ર પણ ખૂબ જોરથી પડે છે. તેમાં કહ્યું છે કે
મરણના ભયથી મસ્ત થયેલા પ્રાણુઓને અભય આપવું તેનાથી વધારે શ્રેષ્ઠ ધર્મ આ જગતમાં બીજે કઈ નથી.”
બ્રાહ્મણને શણગારેલી હજાર ગાય દાનમાં દેવી તેના કરતાં એક પ્રાણને અભયદક્ષિણ દેવી તે ઉત્તમ છે.'
“આ જગતમાં સુવર્ણ, ગાય અને જમીનનું દાન કરનારા