________________
પ્રકરણ ચોથું -: દાન :
જગબાંધવ જિનેશ્વર દેવો ભવ્ય જીવોને સંસાર સાગરમાંથી તારવાને માટે ધર્મની અપૂર્વ દેશના દે છે. તેમાં ધર્મના ચાર પ્રકારે વર્ણવે છે, ૧. દાન, ૨. શીલ, ૩. તપ અને ૪. ભાવ, તે પરથી દાનનું મહત્વ કેટલું હશે ? તે સમજી શકાય છે. વળી તેનું વર્ણન પહેલું કરવામાં આવે છે, તે પણ એટલું જ સૂચક છે. જો ધર્મના ચારે પ્રકારમાં તેની મુખ્યતા ન હોય તો તેનું વર્ણન પહેલું શા માટે કરવામાં આવે ?
કેટલાક મનુષ્યો એમ માને છે કે અમે અનેક પ્રકારનાં સાહસો ખેડીને, અનેક પ્રકારનાં કષ્ટો વેઠીને તેમજ અનેક પ્રકારની મુશીબતનો સામનો કરીને ધન-વૈભવ પેદા કરીએ છીએ, તે તેનો ઉપગ જાતે જ કેમ ન કરીએ ? તાત્પર્ય કે તેનું બીજાને દાન કરવું એ અમને વ્યાજબી લાગતું નથી. પણ તેમણે સમજવું જોઈએ કે દીધેલા અને ભગવેલા વચ્ચે બહુ અંતર છે. જે વસ્તુ દેવામાં આવે છે તેનાથી શ્રેયની ઉત્પત્તિ થાય છે. અને જે વસ્તુ ભોગવવામાં આવે છે, તેનાથી કર્મબંધનની પ્રાપ્તિ થાય છે.
નયસાર ગામડાનો મુખી હતા અને જંગલમાં લાકડાં કપાય તેના પર દેખરેખ રાખતા હતા. પણ તેણે પોતાની પાસેના આહાર પાણીનું અપૂર્વ ઉલ્લાસથી મુનિઓને દાન દીધું તે સમ્યકત્વની સ્પર્શન થઈ અને ભવિષ્યમાં શ્રી મહાવીર નામના વશમા